વડોદરા: રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીઓ માટે આઈકાર્ડ જેવું રેટકાર્ડ બનાવાયું

દેશના રેલવે સ્ટેશનો પર રોજ લાખોની સંખ્યામાં યાત્રીઓ અવર જવર કરે છે. યાત્રીઓ એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જતા સમયે પોતાનો સામાન પણ સાથે લઈ જતા હોય છે. ત્યારે આવા યાત્રીઓનો સામાન રેલવે સ્ટેશન પર ઉચકી ટ્રેનમાં મુકવાનું કામ કુલી કરે છે. અને જેના બદલામાં કુલી યાત્રી પાસેથી ફી વસુલ કરે છે. ત્યારે દેશમાં પહેલીવાર વડોદરા રેલવે સ્ટેશન પર કુલીઓ માટે એક એવો નિર્ણય લેવાયો છે. જેનાથી સીધો જ ફાયદો યાત્રી અને કુલી બંનેને થશે. 

વડોદરા: રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીઓ માટે આઈકાર્ડ જેવું રેટકાર્ડ બનાવાયું

રવિ અગ્રવાલ/વડોદરા: દેશના રેલવે સ્ટેશનો પર રોજ લાખોની સંખ્યામાં યાત્રીઓ અવર જવર કરે છે. યાત્રીઓ એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જતા સમયે પોતાનો સામાન પણ સાથે લઈ જતા હોય છે. ત્યારે આવા યાત્રીઓનો સામાન રેલવે સ્ટેશન પર ઉચકી ટ્રેનમાં મુકવાનું કામ કુલી કરે છે. અને જેના બદલામાં કુલી યાત્રી પાસેથી ફી વસુલ કરે છે. ત્યારે દેશમાં પહેલીવાર વડોદરા રેલવે સ્ટેશન પર કુલીઓ માટે એક એવો નિર્ણય લેવાયો છે. જેનાથી સીધો જ ફાયદો યાત્રી અને કુલી બંનેને થશે. 

વડોદરા રેલવે સ્ટેશન પર રોજ હજારોની સંખ્યામાં યાત્રીઓ આવે છે. જેમાંથી મોટાભાગના યાત્રીઓ સામાન ઉચકાવવા કુલી કરે છે. ત્યારે આવા યાત્રીઓ પાસેથી કુલી તેમને નિયત કરેલા રૂપિયા કરતા વધારે રૂપિચા પડાવતા હોવાની અનેકવાર બુમો ઉઠી છે. તો કેટલીક વાર યાત્રી અને કુલી વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે. યાત્રીઓએ અનેકવાર રેલવે સ્ટેશન પર કોમર્સિયલ વિભાગમાં કુલીઓની ફરીયાદ કરી છે. તેમ છતાં આજદિન સુધી કુલી સામે કોઈ જ પગલાં ભરાયા ન હતા.

છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી, જુઓ આંકડા

હવે રેલવે તંત્રએ દેશમાં પહેલીવાર વડોદરા રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીઓ માટે આઈકાર્ડ જેવું રેટકાર્ડ બનાવ્યું છે. રેટકાર્ડ બેઝવાળા અંદાજિત 137 કુલીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. તમામ કુલીઓએ પોતાની ફરજ દરમિયાન ફરજિયાત રેટકાર્ડ ગળામાં લટકાવી કામ કરવાનો આદેશ કોમર્સિયલ વિભાગે કર્યો છે. જેનું પાલન પણ કુલી કરતા જોવા મળી રહ્યા છે. રેટકાર્ડના નિર્ણયને યાત્રી અને કુલી બંને આવકારી રહ્યા છે.

rate-card

કુલી માટે બનાવેલ આઈકાર્ડ સાઈઝના રેટકાર્ડમાં આગળના ભાગે રેલવેનો માર્કો અને અન્ય વિગતો લખેલી છે. સાથે ગુજરાતી ભાષામાં વિવિધ ભાવ લખેલા છે. જયારે રેટકાર્ડની પાછળના ભાગે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ભાવ લખેલા છે. કુલી જો રેટકાર્ડ ગળામાં લટકાવી નહી ફરે તો રેલવે કોમર્સિયલ વિભાગ શરૂઆતમાં કુલી સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહી કરે. પરંતુ કુલીનું કાઉન્સેલીંગ કરી રેટકાર્ડ ગળામાં લટકાવી ફરજ બજાવવા માટે તેને પ્રોત્સાહીત કરાશે. જેના કારણે યાત્રી અને કુલી વચ્ચેનો વિવાદ ઉભો ન થાય.

અમદાવાદ: નિકોલ કન્સસ્ટ્રકશન સાઇટમાં ભેખડ પડી, 3 શ્રમિકોના મોત

મહત્વની વાત છે કે, કુલી અને યાત્રી વચ્ચે વિવાદ દુર કરવા અને કુલીની કામગીરી પારદર્શક બની રહે તે માટે વડોદરા રેલવેના અધિકારીઓનો આ નિર્ણય ખુબ સારો છે. ત્યારે હવે કોમર્સિયલ વિભાગની ફરજ છે કે, કુલી ફરજિયાત ગળામાં રેટાકાર્ડ લટકાવી ફરજ બજાવે છે કે નહી તેનું સતત મોનિટરીંગ કરે. તેમજ વડોદરા રેલવે સ્ટેશન પર કુલી માટે લીધેલ રેટકાર્ડના નિર્ણયને સારી સફળતા મળશે તો ચોકકસથી રેટકાર્ડનો નિર્ણય સમગ્ર દેશના રેલવે સ્ટેશનના કુલીઓ માટે અમલમાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news