દિલ્હીથી IAS મનીષ ભારદ્વાજને આવ્યો બુલાવો, AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક

મનીષ ભારદ્વાજના વિભાગો અન્ય અધિકારીઓને સોંપાયા છે. IAS સીવી સોમને નર્મદા અને કલ્પસરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે અનુપમ આનંદને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરાઈ છે.

દિલ્હીથી IAS મનીષ ભારદ્વાજને આવ્યો બુલાવો, AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક

ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગુજરાત કેડરના આઇ.એ.એસ અને આઇપીએસ અધિકારીઓને દિલ્હી લઈ જવાનો સીધો રસ્તો યથાવત્ રહ્યો છે. અગાઉ ગુજરાત કેડરના મોદી સરકારના ખાસ ગણાતા સંખ્યાબંધ આઇએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. ત્યારે હવે વધુ અધિકારીઓને પણ દિલ્હી જવાનો મોકો મળ્યો છે. ગુજરાતમાંથી વધુ એક આઈએએસ અધિકારી ડેપ્યુટેશન ઉપર દિલ્હી મોકલાયા છે. IAS અધિકારી મનીષ ભારદ્વાજને દિલ્લી ડેપ્યુટેશન પર મોકલાયા છે.

IAS અધિકારી મનીષ ભારદ્વાજ દિલ્લી ડેપ્યુટેશન પર જશે, ત્યારે મનીષ ભારદ્વાજના વિભાગો અન્ય અધિકારીઓને સોંપાયા છે. IAS સીવી સોમને નર્મદા અને કલ્પસરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે અનુપમ આનંદને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરાઈ છે. પ્રવિણ ચૌધરીની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરી છે.

કોણ છે IAS અધિકારી મનીષ ભારદ્વાજ?
IAS મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે. તેમને પણ IAS રુપન્દરસિંહની જગ્યાએ 5 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા UIDAIમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news