પત્નીની હત્યા કરીને પતિ ઘરને તાળુ મારીને ભાગી ગયો, દીકરીએ પિતા વિરુદ્ધ કરી ફરિયાદ

મોરબીના વિદ્યુતનગરમાં રહેતી પરિણીતા ઉપર તેના જ પતિની શંકાકુશંકા હતી અને બાવાજી આધેડે તેની પત્નીને માથામાં દસ્તાના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. ત્યાર બાદ તે પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયો હતો. જો કે, હત્યાના આ બનાવમાં મૃતકની પરિણીતાની દીકરીએ તેના જ પિતાની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 
પત્નીની હત્યા કરીને પતિ ઘરને તાળુ મારીને ભાગી ગયો, દીકરીએ પિતા વિરુદ્ધ કરી ફરિયાદ

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના વિદ્યુતનગરમાં રહેતી પરિણીતા ઉપર તેના જ પતિની શંકાકુશંકા હતી અને બાવાજી આધેડે તેની પત્નીને માથામાં દસ્તાના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. ત્યાર બાદ તે પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયો હતો. જો કે, હત્યાના આ બનાવમાં મૃતકની પરિણીતાની દીકરીએ તેના જ પિતાની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

વર્તમાન સમયમાં શંકા કુશંકાના લીધે ઘણા ઘર પરિવારના માળા વેરવિખેર થઈ જાય છે. તેવી જ રીતે મોરબીના સામાકાંઠા સર્કિટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં એક મર્ડરની ઘટના બની છે. જેમાં પતિની તેની જ પત્ની ઉપર શંકા કુશંકા હતી. જેથી અવાર નવાર તેમની વચ્ચે ઝઘડા થતાં હતા. પ્રવિણ મંછારામભાઇ કુબાવત નામના આધેડે ઘરમાં પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર 55) ઘરે એકલી હતી ત્યારે તેને માથાના ભાગે દસ્તાના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી. હાલમાં હત્યાના આ બનાવમાં મૃતક મહિલાની દીકરી ઉર્વીશા મેહુલભાઇ રામાનંદી જાતે બાવાજી (ઉ.24)ની ફરિયાદ લઈને તેના પિતાની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

મોરબીમાં હરીપાર્ક શેરી નં-4 માં રહેતી મૃતકની દીકરી ઉર્વીશાએ હાલમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં તેણે જણાવ્યુ કે, તેના પિતા પ્રવિણ મંછારામભાઇ કુબાવતએ અગાઉ પણ તેની માતાને ગળેટુપો આપીને મારી નાંખવા માટેનો પ્રયાસ કર્યો હતો અને તેની માતા ભાવનાબેન સાથે તેના પિતા અવાર નવાર ઝધડો અને કંકાસ કરતાં હતા. તેમજ શંકા કુશંકા કરી મારઝુડ કરતાં હતા. દરમ્યાન શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પિતા આરોપીએ લોખંડના દસ્તાથી માતાના માથામાં મારીને હત્યા કરી નાખી હતી. જેના બાદ ઘરને બહારથી તાળું મારીને નાસી ગયા હતા. જોકે, આ બાદ નાની બહેન સાંજે નિશાળેથી પછી આવી ત્યારે ઘરે તાળું હતું, માટે બહેન ઉર્વીશાના ઘરે ચાવી લેવા માટે ગઈ હતી. ત્યારે તેની માતાને ફોન કરતાં ફોનની રિંગ ઘરમાં જ વાગતી હતી. ઘરનું તાળું ખોલતા ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં તેની માતા મળી આવી હતી. 

મૃતક ભાવનાબેનને પાંચ સંતાન છે. જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે. જો કે, હત્યાના આ બનાવના લીધે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને હાલમાં મૃતક મહિલાની દીકરીની ફરિયાદ લઈને પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી પિતાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news