ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, 6 મહિનાથી લટકતું પડ્યું હતું

Human skeleton Found : વનવિભાગની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પહાડો પર એક મહિલાનું માનવ કંકાલ મળી આવ્યુ છે... હાલ માનવ કંકાલને એફએસએલમાં મોકલી દેવાયું છે 
 

ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, 6 મહિનાથી લટકતું પડ્યું હતું

Sabarkantha News : ઈડરનું જંગલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ જંગલમાં માનવ કંકાલ મળી આવ્યું છે. મુડેટી પાટિયા અને વસાઈ સીમ પાસે પહાડો વચ્ચે માનવ કંકાલ લટકતી હાલતમાં મલ્યું છે. આ એક મહિલાનું માનવ કંકાલ છે. આ કંકાલ 6 મહિનાથી લટકતું હોય તેવું ચર્ચાય છે. આ માનવ કંકાલને હાલ એફએસએલમાં મોકલી દેવાયું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડરના સીમમાં એક મહિલાનું માનવ કંકાલ પહાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું છે. વન વિભાગની ટીમની પેટ્રોલિંગ દરમિયાન આ માનવ કંકાલ પર નજર પડી હતી. ઝાડની ડાળીમાં સાડીથી લટકતી હાલતમાં મહિલાનું માનવ કંકાલ મળી આવ્યુ હતું. માનવ કંકાલ પાસે મહિલાના પગરખા પણ પડ્યા હતા. 

આ માનવ કંકાલ 6 મહિનાથી ત્યાં લટકતુ હોવાનું કહેવાય છે. વન વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના બાદ પોલીસની ટીમે માનવ કંકાલને એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યું છે. 

આ મહિલાએ આત્મહત્યા કરી હતી કે, તેની હત્યા થઈ છે તે અંગે પોલીસ તપાસે શરૂ કરી છે. પહાડોમાં માનવ કંકાલ મળી આવ્યાની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા કંકાલને જોવા માટે ઉમટી પડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news