સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો

સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.
સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો

ચેતન પટેલ/સુરત : સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.

સચીન જીઆઇડીસી વિસ્તારમાં ટેમ્પો ચલાવતા સોનું નામના યુવકને ચાર જેટલા હોમગાર્ડના જવાનો એ બેરહમીપૂર્વક લાકડી વડે ફટકાર્યો છે. સોનું નામનો યુવક સચીન જીઆઇડીસી વિસ્તારમાં જ ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. ગતરોજ સોનુ રાત્રીના દસ વાગ્યા દરમિયાન સચીન જીઆઈડીસીના ishvarnagar ખાતેથી પગપાળા જઇ રહ્યો હતો. જે વેળાએ ત્યાં હાજર ચાર જેટલા હોમગાર્ડના જવાનોએ સોનુને આંતરી ચોરીનો આરોપ મૂક્યો હતો. જ્યાં સોનુ પાસે રહેલા રોકડા રૂપિયા મોબાઇલ તેમજ લાયસન્સની લુંટ ચલાવી લાકડી વડે બેરહમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો.

જે બાદ યુવક બેભાન થઇ જતાં સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા સોનુંએ જણાવ્યું હતું કે, આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરવા પણ ગયો હતો. પરંતુ સ્થાનિક પોલીસ મથકના કર્મચારીઓએ તેની સાથે ઉદ્ધતાઈભર્યું પરિવર્તન કરી ગાળો ભાંડી હતી. જ્યાં બાદમાં પોલીસ મથકેથી તગેડી મુકવામાં આવ્યો હતો. ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જે ફુટેજમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગરડી સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે આ ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શુ તપાસ કરી કસુરવારો સામે પગલા ભરે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news