કેરલ, પંજાબ બાદ હવે રાજસ્થાન વિધનસભામાં પાસ થયો સીએએ વિરોધી પ્રસ્તાવ

કેરલ અને પંજાબની વિધાનસભા બાદ રાજસ્થાન વિધાનસભાએ પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ શરૂઆતથી આ કાયદાનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોએ આ કાયદાને લાગૂ કરવાનો ઇનકાર કરી દીધો છે.

કેરલ, પંજાબ બાદ હવે રાજસ્થાન વિધનસભામાં પાસ થયો સીએએ વિરોધી પ્રસ્તાવ

જયપુરઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર રાજસ્થાન ત્રીજું રાજ્ય બની ગયું છે. આ પહેલા કેરલ અને પંજાબ વિધાનસભામાં પણ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. તો મમતા બેનર્જીના નેતૃત્વ વાળી પશ્ચિમ બંગાળની સરકાર પણ આ કાયદા વિરુદ્ધ ટૂંક સમયમાં પ્રસ્તાવ લાવવાની છે. આ સિવાય કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને તે પણ પ્રસ્તાવ લાવી શકે છે. 

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ શરૂઆતથી આ કાયદાનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોએ આ કાયદાને લાગૂ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ દિશામાં પ્રથમ પગલું કેરલની લેફ્ટ સરકારે ઉઠાવ્યું હતું. લેફ્ટ સરકારે રાજ્યની વિધાનસભામાં આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ  કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન અરમિંદર સિંહના નેતૃત્વ વાળી પંજાબ સરકારે પણ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો. 

દિલ્હી ચૂંટણીઃ શાહીન બાગ પર નિવેદન આપીને ફયાસા કપિલ મિશ્રા, ECએ ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ 

ઉલ્લેખનીય છે કે સીએએ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આપેલા કેટલાક ધર્મોના શરણાર્થિઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કાયદા પ્રમાણે નાગરિકતા માત્ર તેને આપવામાં આવશે, જે ધાર્મિક પજવણીને કારણે ભારત આવ્યા હોય. સાથે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા લોકોને નાગરિકતા આપવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે, જે બંધારણની વિરુદ્ધ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news