સ્ટંટ કરનારાઓ અને લાયસન્સ વગરના વાહન ચાલકોને હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે.

સ્ટંટ કરનારાઓ અને લાયસન્સ વગરના વાહન ચાલકોને હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'

પ્રશાંત ઢીવરે/સુરત: અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જોખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનાર પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. 

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી. 

સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. પરિવારજનો બાળકોના મોજશોખ પુરા કરવા લાયસન્સ ન હોય તો પણ વાહનો ચલાવવા આપી દે છે. જેને લઈને કેટલાય પરિવારે પોતાના વ્હાલા સંતાનો ગુમાવ્યા છે. સુરતમાં જે રાંદેર પોલીસે કામગીરી કરી છે તે અદ્ભુત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ આ જ પ્રકારની કામગીરી ચાલુ છે અને હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

આપ સૌ પરિવારજનોને વિનંતી છે કે બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી. 

અમદાવાદમાં અકસ્માત સર્જારનાર તથ્ય પટેલ વિષે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તથ્યનો જે જુનો વિડીયો જે વાયરલ થયો છે. તે રેસ્ટોરન્ટ વાલાને બોલાવીને પણ તેની અરજી લઈને તાત્કાલિક એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ કિસ્સામાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ. સૌ પરિવારોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોના મોજશોખ ઘર સુધી જ સમિતિ રાખો, જો રાજ્યના કોઈ પણ રોડને એ રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ કરશે તો એની પર સખ્ત કાર્યવાહી થશે જ, એ પછી એક બાળક હોય કે પછી એના પિતા હોય એમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news