કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ

ગૃહમંત્રી અમિત શાહ આજે નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. તેઓ ભૂજના મા મઢવાળીના દર્શન કરશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા અમિત શાહનો કાર્યક્રમ જાહેર કરાયો નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ આજે નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. તેઓ ભૂજના મા મઢવાળીના દર્શન કરશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા અમિત શાહનો કાર્યક્રમ જાહેર કરાયો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવવાના છે. ત્યારે બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો કાર્યક્રમમાં અને ત્યારબાદ દેશદેવીના દર્શનાર્થે માતાના મઢ જશે. 

ગૃહમંત્રી આજે સાંજે ભૂજ આવી પહોંચશે. જેમાં તેઓ ભૂજ અથવા તાલુકાના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે. તો આવતીકાલે ગુરુવારે ધોરડો ખાતેના સરપંચ સંમેલનમાં ભાગ લેશે. 

દેશદેવી મા આશાપુરાને માથું ટેકવવા માતાના મઢ જશે, જેને લઇને માતાના મઢમાં પણ હેલીપેડ બનાવાયું છે, તો તેઓ લખપત તાલુકાના સરહદી ગામોમાં જશે તેવી શક્યતા છે. જોકે આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર કોઇ જ કાર્યક્રમ જાહેર કરાયો નથી. સરહદે વિવિધ એજન્સીઓ પણ સક્રિય કરી દેવાઈ છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કચ્છ મુકલાકાતના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ 1,500 જેટલા પોલીસ અધિકારી કર્મચારી જવાનોનો ફાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. અબડાસા તાલુકાની પેટા ચુંટણી તેમજ રાજ્યપાલના બંદોબસ્તમાં પશ્ચિમ કચ્છ પોલીસ રોકાઇ છે ત્યાં 11 અને 12ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરડો ખાતે આવશે ત્યારે ગૃહમંત્રીના આગમનમાં પશ્ચિમ કચ્છના 3 ડિવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિત 1,500 જેટલા પોલીસ જવાનો ઉપરાંત ક્યુઆરટી સાથે એસઆરપી સહિતના જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news