અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહેની હાજરીમાં બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. 
અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહેની હાજરીમાં બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

બ્રિજેશ દોશી/અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. 

આ કાર્યક્રમ બાદ અમિત શાહે પોતાના મતવિસ્તારની સોસાયટી અને વોર્ડનાં પ્રમુખો સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો કે આ અગાઉ તેઓએ સીએએના સમર્થનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં સીએએને સમર્થન આપતા પોસ્ટકાર્ડનાં 5.50 લાખથી વધારે પોસ્ટકાર્ડ મુકવામાં આવ્યા હતા. આ વર્લ્ડ રેકોર્ડ લિમ્બાબુકમાં નોંધાયો હતો. 5.50 લાખથી વધારે લોકોએ પોસ્ટકાર્ડ લખીને સીએએને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અમિત શાહ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, આઇ.કે જાડેજા. ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં અનેક ભાજપનાં નેતાઓએ હાજરી આપી હતી. 

— BJP Gujarat (@BJP4Gujarat) January 11, 2020

ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતનો પણ વિકાસ થયો અને હવે તેઓવડાપ્રધાન બન્યા છે તો દેશનો પણ ખુબ જ વિકાસ થઇ રહ્યો છે. દરેકે દરેક ગામે પાણી પહોંચ્યા છે. મોદી સરકારનાં પારદર્શી વહીવટથી ભારતની જનતા ખુબ જ ખુશ છે જેથી 2014 બાદ 2019માં વધારે બહુમતી સાથે અમારી સરકારને નવાજી છે. અમે દશકોથી માથાના દુખાવા બનેલા જમ્મુ કાશ્મીરમાં 370નો મુદ્દો ઉકેલી નાખ્યો. 

અમિત શાહના સંબોધનના મહત્વના મુદ્દા..
* નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં અભૂતપૂર્વ વિકાસ થયો 
* ગામે ગામે પાણી પહોંચાડ્યું 
* સાબરમતી રિવરફ્રન્ટ માં નર્મદાનું પાણી વહી રહ્યું છે 
* મારા જેવા અનેક લોકોએ સાબરમતી ને ફક્ત ચોમાસાના 2 મહિના 2 કાંઠે વહેતી જોઈ હતી 
* 2014 સુધીમાં પાકિસ્તાન ના હુમલાને ખાળવા માં નિસફળ રહેનારી સોનિયા -મનમોહન ની સરકારને લોકોએ બદલી
* 30 વર્ષ બાદ દેશમાં કોંગ્રેસ સિવાયના પક્ષની પૂર્ણ બહુમત ની સરકાર લોકોએ બનાવી
* પારદર્શી, સંવેદનશીલ અને લોકભિમુખ મોદી સરકાર બની અને કામ કર્યું
* જેના લીધે 2019 માં ફરી એકવાર જનતા મોદી સરકાર ને સમર્થન કર્યું
* 2014-2019 માં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહે દેશની સુરક્ષાનો પાયો મજબૂત કર્યો
* કોંગ્રેસ શાસનની આદત વાળા પાકિસ્તાને ઉરી અને પુલવામાં માં આતંકી હુમલા કર્યા
* પહેલા આવા હુમલા થતા ત્યારે મૌની બાબા મહિનાઓ સુધી મૌન રહેતા
* જ્યારે નરેન્દ્ર મોદી ના શાસન માં પાકિસ્તાન માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી
* અમરિકા અને ઇઝરાયલ જેવી ભારતની છબી બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું
* 5 ઓગસ્ટ એ નરેન્દ્ર ભાઈએ કલમ 370 અને 35 એ ઉખાડી ફેંકી
* આ કાયદો લઈને આવ્યા ત્યારે કોંગ્રેસે સંસદ માં વિરોધ કર્યો હતો
* દેશમાં લોહીની નદીઓ વહેશે તેવા આરોપ કર્યા હતા
* ફરીવાર સરકાર બની એટલે સરકારે કોર્ટમાં એફિડેવિટ કરી
* કેસની ઝડપી સુનવણી કરવા વિનંતિ કરી
* આપણું અને લોકોનું વર્ષો જૂનું રામ મંદિર નું સ્વપ્ન થોડા દિવસોમાં બનશે
* પોતાની વોટબેંક માટે તમામ વાતે વિરોધ કર્યો
* ભાજપ ના કાર્યકરો 30 જાન્યુઆરી સુધીમાં ઘરે ઘરે જઈને આપણા ટોલ ફ્રી નંબર પર મીસ્કોલ કરાવીએ
* આખા દેશમાં બીજા રાજ્યો જેટલા મીસ્કોલ કરાવે એટલા એકલા ગુજરાતમાંથી ભાજપના કાર્યકરો કરાવે તેવી અમિત શાહની સૂચના

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news