કોરોનાના કહેર લોકોની ધીરજ એકમાત્ર ઉપાય: સુરતમાં સૌથી વધારે 4300 લોકો હોમ કોરોન્ટાઇન

સમગ્ર રાજ્યમાં હોમ કોરોન્ટાઇન રહેલા શખ્સોમાં સૌથી વધારે સંખ્યા સુરતમાં છે. સુરતમાં સૌથી વધારે એટલે કે 4331 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે. આવી સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેના માટે કોર્પોરેશન દ્વારા 995 સોસાયટી અને 1321 લારી-ટેમ્પો દ્વારા શાકભાજી ફળફળાદી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એકલવાયુ જીવન જીવતા લોકો માટે ટિફિન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1350 કિલો ચોખા, તુવેરદાળ, ઘઉ સહિતનું તમામ અનાજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા એકલા રહેતા નાગરિકો માટે 600 ગ્રુપને જોડીને ટિફિન સેવા ચાલુ કરવામાં આવી છે.

કોરોનાના કહેર લોકોની ધીરજ એકમાત્ર ઉપાય: સુરતમાં સૌથી વધારે 4300 લોકો હોમ કોરોન્ટાઇન

સુરત : સમગ્ર રાજ્યમાં હોમ કોરોન્ટાઇન રહેલા શખ્સોમાં સૌથી વધારે સંખ્યા સુરતમાં છે. સુરતમાં સૌથી વધારે એટલે કે 4331 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે. આવી સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેના માટે કોર્પોરેશન દ્વારા 995 સોસાયટી અને 1321 લારી-ટેમ્પો દ્વારા શાકભાજી ફળફળાદી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એકલવાયુ જીવન જીવતા લોકો માટે ટિફિન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1350 કિલો ચોખા, તુવેરદાળ, ઘઉ સહિતનું તમામ અનાજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા એકલા રહેતા નાગરિકો માટે 600 ગ્રુપને જોડીને ટિફિન સેવા ચાલુ કરવામાં આવી છે.

તમારૂ નહી તો રોજ 20 કલાક સુધી કામ કરતા આ અધિકારી માટે તો ઘરમાં રહો
અત્રે ઉલ્લેખનીય છે કે, ન માત્ર શહેરી પરંતુ રાજ્ય સરકારી તંત્ર પણ દિવસરાત લોકો સ્વસ્થ રહે તે માટે મહેનત કરી રહ્યા છે. રાજ્ય ખુબ જ ઝડપથી આ બિમારીમાંથી બહાર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત ક્રેડાઇ દ્વારા સરકારને ઓફર કરવામાં આવી છે કે જો તેઓ ઇચ્છે તો નવનિર્મિત ફ્લેટ હોમ કોરોન્ટાઇન રહેલા લોકો માટે કરી શકે છે. હાલમાં સમગ્ર ફ્લેટ ખાલી પડેલા છે. તેવામાં આ ફ્લેટનો ઉપયોગ લોકોને હોમ કોરોન્ટાઇન રાખવા માટે થઇ શકે છે. આ ઉપરાંત સરકાર ઇચ્છે તો તેમાં હંગામી હોસ્પિટલ પણ બનાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news