સુરતમાં હિટ એન્ડ રન: અનેક વાહનને અડફેટે લઇ ગાડીનો ચાલક ફરાર, 1નું મોત

શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ એક વ્યક્તિનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇ અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. 
સુરતમાં હિટ એન્ડ રન: અનેક વાહનને અડફેટે લઇ ગાડીનો ચાલક ફરાર, 1નું મોત

સુરત : શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ એક વ્યક્તિનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇ અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. 

જેમાં ગાડીની અડફેટે ચડેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે માહિતી મળતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 108ની મદદથી અન્ય ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. અને તે સારી રીતે ચાલી પણ શકતો નહોતો તેવી સ્થિતીમાં તે ગાડી ચલાવી રહ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ સ્થાનિકો મોટા પ્રમાણમાં ગાડીની આસપાસ એકત્ર થઇ ગયા તા. અનેક લોકોએ ગાડીમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેરીને ગુનો નોંધ્યો હતો. ગાડીના નંબરના આધારે તપાસ ચાલુ કરી છે. ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ચાલકને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news