6 રૂપિયાથી 600ને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, 1 લાખના બની ગયા 1 કરોડ રૂપિયા

 HLE Glascoat Share : એચએલઈ ગ્લાસકોટ (HLE Glascoat)ના શેર 7 નવેમ્બર 2013થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 6 રૂપિયા પર હતા. કંપનીના શેર 1 જૂન 2023ના બીએસઈમાં 615.90 રૂપિયાના સ્તર પર બંધ થયા છે.

6 રૂપિયાથી 600ને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, 1 લાખના બની ગયા 1 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની એચએલઈ ગ્લાસકોટના સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 6 રૂપિયાથી વધી 600 રૂપિયાને પાર પહોંચી ગયા છે. એચએલઈ ગ્લાસકોટ (HLE Glascoat) ના સ્ટોકે આ પીરિયડમાં 10000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 815.29 રૂપિયા છે. તો એચએલઈ ગ્લાસકોટના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 466 રૂપિયા છે. 

સ્ટોકે 10 વર્ષમાં 1 લાખના બનાવ્યા 1 કરોડ રૂપિયા
એચએલઈ ગ્લાસકોટ (HLE Glascoat)ના શેર 7 નવેમ્બર 2013થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 6 રૂપિયા પર હતા. કંપનીના શેર 1 જૂન 2023ના બીએસઈમાં 615.90 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. એચએલઈ ગ્લાસકોટના સ્ટોકે આ પીરિયડમાં 10165 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ નવેમ્બર 2023ના એચએલઈ ગ્લાસકોટના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તે ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની કિંમત 1.02 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

4 વર્ષમાં 1600 ટકા વધ્યા શેર
એચએલઈ ગ્લાસકોટના શેર છેલ્લા ચાર વર્ષમાં 1600 ટકા વધી ગયા છે. કંપનીના શેર 31 મે 2019ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 36.30 રૂપિયા પર હતા. એચએલઈ ગ્લાસકોટના શેર 1 જૂન 2023ના બીએસઈમાં 615.90 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 1757 ટકાનું રિટર્ન આપ્યું છે. એચએલઈ ગ્લાસકોટના શેર 8 જૂન 2018ના બીએસઈમાં 33.15 રૂપિયા પર હતા, જે હવે 615.90 રૂપિયા પર પહોંચી ગયા છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મેંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે, તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news