પંજાબી ડ્રેસ પહેરીને હિલેરી ક્લિન્ટન પહોંચ્યા સુરેન્દ્રનગરના રણમાં, અગરિયાઓ સાથે ચર્ચા કરી
Hillary Clinton Gujarat visit : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના પ્રવાસે... આજે સુરેન્દ્રનગરમાં કુડાના રણમાં અગરિયાઓ સાથે બેઠક કરી... અગરિયાના વિકાસ માટે 50 મિલિયન ડોલરની સહાય ચૂકવવાની જાહેરાત કરી...
Trending Photos
Hillary Clinton In Gujarat મયુર સાંધી/સુરેન્દ્રનગર : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ સુરેન્દ્રનગરના મહેમાન બન્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના કુડાના રણમાં અગરિયાઓ સાથે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને વાતચીત કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, રણના અગરિયાઓના વિકાસ માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ સમીક્ષા કરી અને બાદમાં હિલેરી ક્વિન્ટલે 50 મિલિયન ડોલરની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય રણમાં 24 કલાક વીજળી માટે સોલાર પ્લાન્ટ ઊભા કરવા અંગેનો સૂચનો પણ અગરિયાઓ પાસેથી મેળવ્યા હતા. હિલેરી ક્લિન્ટને અગરિયા પરિવારના વિકાસ તરફ કદમ ભરવા અંગે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ વિચાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો.
અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અગરિયાનો ઝીરો બીએચકે બંગલાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી. આ ઉપરાંત તેઓએ બે કલાક જેટલો સમય અગરિયાઓ સાથે ગાળ્યો હતો. હિલેરી ક્લિન્ટને મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે, ‘તમારે જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપજો, આપણે એના પર કામ કરીશું.'
આ પણ વાંચો :
હિલેરી ક્લિન્ટને રણનું 35થી 37 ડીગ્રી તાપમાન જોઈ આકાશ તરફ મીટ માંડી અને અગરિયા પરિવારોની આકરી મહેનતને દિલથી બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ધ્રાંગધ્રાની એક સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત સહિતના જિલ્લાના મોટા અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
રણમાં હિલેરી ક્લિન્ટેનના આગમનને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે રવિવારે સેલ્ફ-એમ્પ્લોયી વુમન્સ એસોસિયેશનનાં સ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી અને અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી. 2022માં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારકની પણ મુલાકાત લીધી હતી. શુક્રવારે હિલેરી ક્લિન્ટનના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે