મહિલા હેડ કોન્સ્ટેબલની પાછળ PSI, PI, Dy.SP અને આસિસ્ટન્ટ કમિશ્નર પણ પહોંચ્યા અને પછી હોટલમાં...

સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવાર દ્વારા ગ્રેડ પે આંદોલનનું અસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સોશિયલ મીડિયા પર વાધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જો કે મામલો થાળે પડ્યા બાદ સરકાર દ્વારા આવા સ્પષ્ટ રીતે રણશિંગુ ફૂંકનારા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા હતા. આ અંગે સીઆઇડીનાં સાયબર સેલને જવાબદાર સોંપવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ સાયબર સેલ દ્વારા એક હેડ કોન્સ્ટેબલને પુછપરછ માટે ઓફીસ આવવા માટે જાણાવાયું હતું. જો કે આ હેડ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા હતા. 
મહિલા હેડ કોન્સ્ટેબલની પાછળ PSI, PI, Dy.SP અને આસિસ્ટન્ટ કમિશ્નર પણ પહોંચ્યા અને પછી હોટલમાં...

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવાર દ્વારા ગ્રેડ પે આંદોલનનું અસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સોશિયલ મીડિયા પર વાધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જો કે મામલો થાળે પડ્યા બાદ સરકાર દ્વારા આવા સ્પષ્ટ રીતે રણશિંગુ ફૂંકનારા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા હતા. આ અંગે સીઆઇડીનાં સાયબર સેલને જવાબદાર સોંપવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ સાયબર સેલ દ્વારા એક હેડ કોન્સ્ટેબલને પુછપરછ માટે ઓફીસ આવવા માટે જાણાવાયું હતું. જો કે આ હેડ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા હતા. 

હોટલમાં રહેલા મહિલા હેડ કોન્સ્ટેબલ નહી આવતા તેમને લેવા માટે ગયેલા કર્મચારીઓ સાથે ગેરવર્તણુંક કરતા ભારે હોબાળો કર્યો હતો. જેના પગલે ટ્રાફીકનાં આસિસ્ટન્ટ કમિશ્નર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી આરંભવા માટેનો આદેશ આપ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એક ટ્રાફીક પોલીસ સ્ટેશનનાં પી.આઇ વી.એ દેસાઇને ક્રાઇમબ્રાંચમાંથી ફોન આવ્યો હતો કે, તેમના પોલિસ સ્ટેશનનાં એક હેડ કોન્સ્ટેબલને પુછપરછ માટે મોકલવા જણાવ્યું હતું. 

જો કે હેડ કોન્સ્ટેબલ નહી પહોંચતા ક્રાઇમબ્રાંચ અને સાયબરસેલની ટીમ તેમને લેવા માટે પહોંચી હતી. જો કે હેડ કોન્સ્ટેબલે હોબાળો કર્યો હતો અને હું શું કામ આવું તમારે પુછપરછ કરવી હોય તો તમે આવો તેવું જણાવીને ગેરવર્તણુંક કરી હતી. PI અને Dy.SP જેવા ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થીથી વિવાદનો અંત નહી આવતા આખરે ટ્રાફિક પોલીસનાં મદદનીશ પોલીસ કમિશ્નર સિંઘાલ ઘટના સ્થળે આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. જો કે હેડ કોન્સ્ટેબલ નહી માનતા આખરે ફરજમાં રૂકાવટ જેવી કલમો ઉમેરીને કાર્યવાહી કરવાનો આદેશ ઉચ્ચ અધિકારીએ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news