દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા

Daman Beach : દમણના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા ન્હાવા
 

1/6
image

વરસાદી માહોલ આવતા જ લોકોને દરિયા કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવે છે. છતાં કેટલાક લોકો આ સૂચનાના અવગણે છે. આવામાં મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે દમણ દરિયામાં રવિવારે બે યુવકોના ડૂબીને મોત થયા છે. આ ઘટનામા યુવકોના રેસ્ક્યૂનો દિલધડક વીડિયો સામે આવ્યો છે. 

2/6
image

દરિયામાં ડૂબતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. સુરતથી ફરવા આવેલ યુવકોના ગ્રૂપના બે યુવકો દણના દરિયામાં તણાયા હતા. તોફાની દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા છતાં યુવકો કિનારા પાસે ગયા હતા. અચાનક દરિયામાંથી આવેલા મહાકાય મોજામાં બંને યુવકો તણાયા હતા.

3/6
image

કિનારા પર ઉભેલા લોકો અને સાથીઓએ તેમને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા. જોકે દરિયાના રૌદ્ર રૂપ સામે બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. 

4/6
image

બંને યુવકોના પ્રચંડ મોજીમાં ડૂબી જવાથી મોત થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અન્ય લોકો માટે સબક સમાન છે.   

5/6
image

6/6
image