'સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પાછળ લાખો ઉડાવતો, મોજ કરવા મારી પત્નીને પ્લેનમાં મનાલી લઈ જતો'

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતો આવી સામે. રાજકોટના રહીશે કહ્યું સાગઠિયા લેડિઝનો શોખીન છે, તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. કોલ ડિટેઈલ કાઢશો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે.

'સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પાછળ લાખો ઉડાવતો, મોજ કરવા મારી પત્નીને પ્લેનમાં મનાલી લઈ જતો'
  • રાજકોટના ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો
  • અગ્નિકાંડના મુખ્ય આરોપી સામે રાજકોટના રહીશે કર્યા ગંભીર આક્ષેપો
  • અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ
  • 'સાગઠિયા મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો, તે લેડિઝનો શોખીન છે'
  • 'સાગઠિયાની કોલ ડિટેઈલ તપાસો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે'
  • એ મારી પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી ફરવા લઈ ગયેલો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટના જ એક રહીશે ગંભીર આક્ષેપ કર્યો છેકે, અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ TPO લેડિઝનો શોખીન છે. સાગઠિયા એક નંબરનો ઐય્યાશ માણસ છે. તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. 

'સાગઠિયા મોજ કરવા મારી પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી લઈ ગયેલો'
સાગઠિયા મોજ મસ્તી કરવા માટે મારી પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી લઈ જતો હતો. હું સામાન્ય માણસ છું અને સાગઠિયાનું સેટિંગ ઉપર સુધી છે. તેથી હું તેનું કંઈ બગાડી શકું તે નથી. એ જ ડરના લીધે કોઈ કોઈને આ દુઃખની વાત કહી શકતો નહોતો. પણ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર હત્યારાની હરકતો સામે આવવી જ જોઈએ. સાગઠિયા મારી પત્નીને ઈચ્છા થાય ત્યા હરવા ફરવા લઈ જતો હતો. એવા તે એના ગણા સેટિંગો હતા. સાગઠિયાની કોલ ડિટેઈલ કાઢશો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે.

અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયા એક નંબરનો ઐય્યાશ હોવાનો ઘટસ્ફોટઃ 
રાજકોટમાં અગ્નિકાંડના કેસમાં બેજવાબદારી દાખવનાર અને હોદાનો દુરૂપયોગ કરી કરોડો રૂપિયાની બેનામી સંપતિ એકઠી કરવાના ગુનામાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રેગીન મિજાજી હોવાનો ધડાકો થયો છે. સાગઠીયા પરસ્ત્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો ખૂદ તે સ્ત્રીના પતિએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. સાગઠીયા તેની પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી કરવા પણ લઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, અહીં વાત થઈ રહી છે એમ.ડી.સાગઠિયાની જે રોજકોટના ગેમિંગ ઝોનમાં થયેલો અગ્નિકાંડનો હાલ મુખ્ય આરોપી છે. કારણકે, સાગઠિયા તત્કાલિન TPO એટલેકે, તંત્રનો ટાઉન પ્લાનિંગ ઓફિસર હતો. તેણે ખોટી રીતે રૂપિયાખાઈને કટકી મારીને ખોટો પ્લાન પાસ કરીને આ લાક્ષાગૃહ તૈયાર કરાવ્યું હતું. સાગઠિયાએ આવી તો ઘણી પ્રોપર્ટીઓમાં ખોટા પ્લાન તૈયાર કરીને રૂપિયા લઈને લોકો માટે જોખમી ઈમારતો ખડી કરાવી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news