વિશ્વ ફલક પર ચમક્યું અમદાવાદ, ટાઈમ મેગેઝિનના ટોપ-50 ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટીનો થયો સમાવેશ
ટાઈમ મેગેઝિને કહ્યું કે, અમદાવાદ ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રાચીન સીમાચિન્હો અને સમકાલીન નવીનતાઓનું ગૌરવ ધરાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમદાવાદ માટે એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને દુનિયાના ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2022 ની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો હાયર લર્નિંગ કેટેગરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવાય ભારતના કેરલ રાજ્યને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કેરલનો ઈકો ટૂરિઝમના હોટ સ્પોટ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટાઈમ મેગેઝિને કહ્યું કે, અમદાવાદ ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રાચીન સીમાચિન્હો અને સમકાલીન નવીનતાઓનું ગૌરવ ધરાવે છે. તે સાંસ્કૃતિક પર્યટન માટેનું મક્કા છે. ટાઈમ મેગેઝિને સાબરમતી નદી કિનારે આવેલા ગાંધી આશ્રમ અને નવરાત્રી ઉત્સવનો ઉલ્લેખ પણ કર્યું છે. ટાઈમ પ્રમાણે સાબરમતી નદીના કિનારે 36 એકરમાં આવેલું શાંત ગાંધી આશ્રમથી લઈને નવરાત્રીને વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
Introducing the World’s Greatest Places of 2022—50 extraordinary destinations to explore https://t.co/MvjDP1ML19 pic.twitter.com/6g92SCIudL
— TIME (@TIME) July 12, 2022
ટાઈમ મેગેઝિનના અહેવાલમાં સાયન્સ સિટીનો પણ ઉલ્લેખ
અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી, એક વિશાળ મનોરંજન કેન્દ્ર અને થીમ પાર્ક, જેમાં ગયા વર્ષે ત્રણ મુખ્ય આકર્ષણોનું અનાવરણ કર્યું હતું. 20 એકરનો નેચર પાર્કનો સમાવેશ થાય છે. જે લોકોને સ્થાનિક વનસ્પતિઓ વિશે શિક્ષિત કરવા તેમજ ચેસ રમવા અને યોગા પ્રેક્ટિસ કરવા માટે નવી જગ્યાઓ પ્રદાન કરે છે. ત્યાં એક નવી ઇન્ટરેક્ટિવ રોબોટ ગેલેરી પણ છે ,જે રોબોટિક્સમાં નવીનતાની ઉજવણી કરે છે અને ટ્રાન્સફોર્મરની વિશાળ પ્રતિકૃતિ દર્શાવે છે. સાયન્સ સિટીનું નવું માછલીઘર, જે વિશ્વભરમાંથી જળચર પ્રજાતિઓનું પ્રદર્શન કરે છે, તે હવે ભારતનું સૌથી મોટું છે.
તો ટાઈમ મેગેઝિને અમદાવાદની હોટલ હિલોકનો પણ પોતાના અહેવાલમાં સમાવેશ કર્યો છે. ટાઈમ પ્રમાણે હોટલ હિલોકનું પ્રાચીન ફર્નિચર અને સોનેરી ઝુમ્મર જૂના વિશ્વની ભવ્યતા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે