સુરત-મહેસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ, સ્થળ ત્યાં જળની પરિસ્થિતીથી લોકોને હાલાકી

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ અને આજ સવારથી અત્યાર સુધીમાં વધારે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 
સુરત-મહેસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ, સ્થળ ત્યાં જળની પરિસ્થિતીથી લોકોને હાલાકી

સુરત: શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ અને આજ સવારથી અત્યાર સુધીમાં વધારે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 

જેના પગલે વાહનચાલકોને હાલાકી થઇ હતી. એટલું જ નહી અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતા અનેક વિસ્તારનાં લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં ફસાયા હતા. તો બીજી તરફ સામાન્ય જનજીવન પણ વરસાદ અને પાણી ભરાઇ જવાનાં કારણે અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. 

મહેસાણા જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં માત્ર એક કલાકનાં સમયમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે ગોપીનાળુ અને ભમરિયું નાળુ પાણીમાં ગરકાવ થયું હતું. 

શહેરમાં ધોધમાર વરસાદના પગલે દર વર્ષની માફક ગોપીનાળામાં પાણી ભરાવા લાગ્યું હતું. ભારે વરસાદના કારણે ગોપી સિનેમા પાસેની દીવાલ એકાએક ધરાશાયી થઇ હતી. નાળામાં પણ પુષ્કળ પાણી ભરાઇ જતા એકબાજુના નાળામાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news