ભાવનગરમાં ધોધમાર વરસાદ: યાર્ડમાં મગફળી અને ડુંગળીની હજારો ગુણીઓ પલળી ગઇ
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, ત્યાર બાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ની અંદર ઠંડક પ્રસરી હતી.
જો કે બીજી તરફ ધોધમાર વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીની મગફળી અને ડુંગળી 10 હજારથી પણ વધારે ગુણ પલળી ગઇ હતી. ખેડૂતોની મગફળી પલળતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ શહેરનાં મેપાનગર વિસ્તારમાં એક મકાન પર વિજળી ત્રાટકી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની તો થઇ નહોતી પરંતુ ઘરનો તમામ ઇલેક્ટ્રીક સાધનો બળી ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસદા ઠેરઠેર પાણી ભરાયા હતા.
ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. જ્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ બંધાયો હતો. સવારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જોકે બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ચાલુ ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી ચોમાસાના અંતિમ તબક્કામાં હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર થઈને પડેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. બીજી તરફ જે પાક તૈયાર થઇને યાર્ડમાં પડેલો છે તે પણ ખરાબ થઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે