રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર

રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી 54 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી વિભાગ દ્વારા આપાવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ પડતા જન જીવન ખોરવાયું હતું. 

રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી 54 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી વિભાગ દ્વારા આપાવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ પડતા જન જીવન ખોરવાયું હતું. 

વલસાડના વાપીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના ખેરગામ અને વલસાડના કપરાડામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. અને પારડીમાં ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જો કે સૌથી વધુ વલસાડના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો.

અમદાવાદ: ઇન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં બે ટીમો વચ્ચે હોબાળો, ખુરશીઓ ઉછળી

દક્ષિણ ગુજરાતમાં ચાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૧૪ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ચાર રોહિત વાર વિસ્તારમાં ગળાડૂબ પાણી વચ્ચે નગરજનોની હાલત કફોડી બની હતી. ગત વર્ષે પણ ચાર દિવસ સુધી જળબંબાકારની સ્થિતીને કારણે સ્થાનિક નગરજનોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. 

કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા નગરજનોનો સ્થળાંતર પણ કર્યું હતું. ગતરાત્રીથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર રોહિતવાસ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા તાલુકા મામલતદાર તથા પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી આવી પાણીના નિકાલ માટે કવાયત હાથ ધરી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા ગત વર્ષે સ્થાનિકોને આ સમસ્યાનો ઉકેલ આણવા હૈયા ધરપત આપી હતી. પરંતુ તે દિશામાં નક્કર કાર્યવાહી ન કરાતા ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારના રહીશોનું જીવન જોખમમાં મુકાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news