ગુજરાતમાં ચોમાસું જામ્યું, અમદાવાદમાં ધોધમાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે.

ગુજરાતમાં ચોમાસું જામ્યું, અમદાવાદમાં ધોધમાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ચારેબાજુ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.

હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત 182 mm વરસાદ ખાબક્યો છે. ખુશીની વાત એવી છે કે 6 ટકા વરસાદ હાલની સ્થિતિ કરતા વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો છે.

નવસારીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જલાલપોરમાં નહીવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણાંમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીની આવક થતા ગણદેવીના દેવધા ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે ગણદેવી, બીલીમોરા શહેર સહિત આસપાસના ગામડાઓની પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇના પાણીની રાહત થઈ છે. ચીખલી તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 3 ઇંચ, જ્યારે ગણદેવી અને ખેરગામ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગત રોજ સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.

પોરબંદર જિલ્લામા વરસાદને લઇને હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા જાણકારી આપતા જણાવ્યું હતું કે,પોરબંદર જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. નદીના પટમાં તેમજ દરિયામાં નહાવા ન જવા માટે પણ કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ઉલેખ્ખનીય છે કે,પોરબંદર જિલ્લામાં આજે વરસાદની આગાહી છે પરંતુ કુતિયાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતવરણ જોવા મળી રહ્યુ છે અને ક્યારેક ક્યારેક ઝરમર છાંટા જ વરસતા જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news