ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ

ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાતમાં ભારેથી હળવો વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકને વરસ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાતમાં ભારેથી હળવો વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકને વરસ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના તાલુકાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. ભારતે વરસાદને કારણે મહેસાણાના કડીમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ ખોબક્યો છે જેના કારણે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો બીજી તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

બહુચરાજી, ભાભર, સરસ્વતી, સિદ્ધપુર જેવા તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદને લઇ ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરતા ખેતરોમાં બેટમાં ફરેવાયા છે. મહેમદાવાદ ગામના ખેતરોમાં તો ઘુટણ સામા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇને ખેતરોમાં વાવેલ પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કપાસ, એરંડા તેમજ કઠોળ જેવા પાકો પર સંકટ ઘેરાયું છે.

પાટણ શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે આનંદ સરોવરથી લઈ રેલવેના ગરનાળા સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે અને કમર સુધીના પાણી માર્ગો પર ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 15થી વધુ સોસાયટીઓનો રાહદારીના અવર જવર માટેનો રસ્તો બંધ થઇ ગયો છે. જેને કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેને કારણે આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.

અરવલ્લીના ભિલોડાના ભૂતાવડ અને ધોલવાણી ગામમાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયા છે. બુઢેલી નદીના પાણી મગફળી અને મકાઇના પાક પર ફરી વળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news