બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે NDRFની ટીમ કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સાયકોલન મુવ થઇ છે. રાજ્યના તમામ જિલ્લામાં 13 ટીમ એલર્ટ છે, મોરબીમાં ગઇકાલે ભારેર વરસાદના કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. એક ટીમ મદદે મોકલવામાં આવી છે. અમદાવાદના કલેકટર જોડે વાત થઇ હતી. જેમાં અંદાજીત 100થી 150 લોકો ફસાયા હતા.

જેમ ને લાઇફનું જોખમ ન હતું પરંતુ પાણીમાં ફસાતા તેમને બહાર કાઢવામાં NDRFની ટીમ મોકલવામાં આવી છે. ગાંધીનગર રિઝર્વ રાખવામાં આવી છે. અમદાવાદના ધોળકા ખાતે 100 જેટલા પાણીમાં ફસાયા હતા તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news