ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ, જેસરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ

રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો. 

ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ, જેસરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગર: રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન પર પણ અસર થઈ છે. ભાવનગર પંથકમાં છેલ્લા 48 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વરસાદ વરસ્યો છે. માળિયા તાલુકામાં 24 કલાકમાં 15.56 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ સાથે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઉના પંથકમાં છેલ્લા 8 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત સોમવારે શરૂ થયેલો વરસાદ આજે સોમવારે પણ યથાવત છે. ઉનામાં છેલ્લા 8 દિવસમાં 24 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉના પંથકમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. ઊનાના ગુંદાળા ગામે ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. તો વાવરડા ગામમાં 5 ઈચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે મકાનની દીવાલ થઈ ધરાશાયી થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમ છલકાઇ ગયા છે. અને ભયજનક સપાટીએ પહોચી ગયા છે. જેના કારણે ઉનાના 17 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તો વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.
જેસર

વલસાડ જિલ્લામાં સતત 9માં દિવસે પણ વરસાદી વાતાવરણ છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકના વલસાડ જિલ્લાના આંકડાની વાત કરીએ તો વલસાડ 4 ઇંચ વરસાદ પડ્યો. તો પારડી 6 ઇંચ, વાપી 5 ઇંચ, ઉમરગામ 4 ઇંચ, ધરમપુર 3 ઇંચ, કપરાડા 7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના વડગામમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ પડ્યો. તો થરાદ, દાંતીવાડા અને ડીસામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે અન્ય તાલુકામાં પણ 1થી અડધો ઈંચ  જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ સમગ્ર પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાટણ શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે. સિદ્ધપુરમાં 6 ઇંચ, સરસ્વતીમાં 6 ઇંચ, હારીજમાં 3 ઇંચ, સમીમાં 2 ઇંચ, શંખેશ્વરમાં 2 ઇંચ, રાધનપુર અને સાંતલપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે વટીવટી તંત્રને આદેશ આપ્યા છે. વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર- દ.ગુજરાતમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

આજનો વરસાદ
જેસર - ૨૩૧ મીમી
ભાવનગર - ૧૨૦ મીમી
પાલિતાણા - ૮૯ મીમી
મહુવા - ૮૬ મીમી
તળાજા - ૬૬  મીમી
ઘોઘા - ૫૧ મીમી
સિહોર - ૪૬ મીમી
ઉમરાળા - ૩૫ મીમી
વલભીપુર - ૨૫ મીમી
ગારીયાધાર - ૧૩ મીમી

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
છેલ્લા 12 કલાકમાં કામરેજમાં 7 ઇંચ
ઓલપાડમાં 12 કલાકમાં સાડા 6 ઇંચ
બારડોલીમાં 5 ઇંચથી વધુ વરસાદ
પલસાણામાં 12 કલાકમાં 4 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકના વલસાડ જિલ્લાના વરસાદના આંકડા
વલસાડ - 3.8 ઇંચ
પારડી - 5.36 ઇંચ
વાપી - 4.32 ઇંચ
ઉમરગામ - 3.52 ઇંચ
ધરમપુર - 2.64 ઇંચ
કપરાડા - 6.72 ઈંચ વરસાદ ખાબક્યો

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
આમોદ - 14 મી.મી.
અંકલેશ્વર - 3.5 ઇંચ
ભરૂચ - 1 ઇંચ
હાંસોટ - 3.5 ઇંચ
જંબુસર - 1 ઇંચ
નેત્રંગ - 12 મી.મી.
વાગરા - 1 ઇંચ
વાલિયા - 2 ઇંચ
ઝઘડિયા - 2 મી.મી.

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ
વડગામમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ
થરાદ અને દાંતીવાડા, ડીસામાં 2 ઈંચ વરસાદ 
અન્ય તાલુકામાં પણ 1થી અડધો ઈંચ વરસાદ

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલ વરસાદ
પાટણ - 61 મીમી
સિદ્ધપુર - 154 મીમી
સરસ્વતી - 143 મીમી
ચાણસ્મા - 33 મીમી
હારીજ - 82 મીમી
સમી - 66 મીમી
શંખેશ્વર - 54 મીમી
રાધનપુર - 102 મીમી
સાંતલપુર - 95 મીમી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news