Ambalal Patel : ગુજરાતમાં આફત લાવશે જુલાઈનો વરસાદ, અંબાલાલ પટેલની વધુ એક ઘાતક આગાહી
Gujarat Rain Alert : 2 જુલાઈ સુધી રાજ્યમાં હજુ ભારે વરસાદ પડશે.... દક્ષિણ અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે... જોકે ચોમાસું અનિયમિત રહેશે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી..
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યના ડેમો પણ પાણીની આવકથી છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. પરંતુ આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે. આજે ભલે આકાશ કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે. ભારે વરસાદ લોકો માટે આફત લાવશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે. હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે. આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે.
તો આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહી શકે છે. તો આવતીકાલથી વરસાદ ઓછો થશે. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તો સાંજના સમયે એકાદ જગ્યાએ અમદાવાદમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, આણંદ, તાપી, નર્મદા, ભરૂચ,તાપીમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહી શકે છે.
સુરતમાં ભારે વરસાદને પગલે દેલાડવા ગામના ગરનાળામાં પાણી ભરાયું#Monsoon #Monsoon2023 #GujaratRains pic.twitter.com/SFRfqjVtPF
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
હવામાન વિભાગે આંકડા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 107% વધુ વરસાદ રહ્યો. સામાન્ય રીતે રાજ્યમાં 110.58 mm વરસાદ રહેતો હોય છે તેની સરખામણીએ 229.2 mm વરસાદ રહ્યો છે. અત્યાર સુધી મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ અને સિસ્ટમ એક્ટિવ હતી. હવે આ સિસ્ટમ ઉત્તરપ્રદેશ તરફ જતી હોવાથી ગુજરાતમાં ક્રમશઃ વરસાદ ઘટશે.
ગુજરાતમાં આજે સવારથી 6 કલાકમાં 89 તાલુકામાં વરસાદ રહ્યો છે. જામનગરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો તાપીના વ્યારા અને વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો. તો 6 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ રહ્યો. રાજ્યમાં સારા વરસાદથી નદી અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 41.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 7થી વધારે જળાશયો વરસાદી પાણીથી છલકાયા છે.
નવસારીની નદીઓમાં પૂર, પાણીમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યું!#navsari #waterlogging #gujarat #rain #rainfall #ZEE24kalak pic.twitter.com/2iqrIiFy0F
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
જામનગરમાં જમાવટ
જામનગર મા મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જામનગર જિલ્લાના જામનગર તાલુકામા છેલ્લા બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સન્માર્ગે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી મા વરસાદ નોંધાયો
- જામનગરા તાલુકા મા કુલ ૭ ઈંચ વરસાદ
- તાપીના વ્યારા તાલુકા મા ૪ ઈંચ વરસાદ
- વલસાડના ધરમપુર તાલુકા મા ૪ ઈંચ વરસાદ
વલસાડના ધરમપુરમાં ભારે વરસાદથી છીપવાડ અંડરપાસમાં ફસાયો રથ#Monsoon #Monsoon2023 #GujaratRains pic.twitter.com/WeY9sJUTM6
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
જામકંડોરણા માં ગત રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદએ તારાજી સર્જી છે. જામકંડોરણામાં ઉતાવળી નદી પર બનાવામાં આવેલ રિવર ફ્રન્ટના પાણી રહેણાક વિસ્તારમાં ઘુસ્યા છે. ગત રાત્રિએ જામકંડોરણામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા રહેણાંક વિસ્તારો પાણી પાણી થયા છે. જલારામ મંદિર વિસ્તાર માં અનેક રહેણાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. ઉતાવળી નદીમાં આવેલ ઘોડાપૂરના પાણી ઘરોમાં ઘુસી જવાને કારણે લોકોને ભારે નુકસાન થયું છે. અનાજ કરિયાણાની સહિતની વસ્તુઓ પલળી ગઈ છે. રિવરફ્રન્ટમાં પણ ભારે નુકશાની સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે