Heart Attack Video : અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ કેમેરામાં કેદ! જુઓ એકાએક કઈ રીતે ઢળી પડે છે લોકો
Heart Attack Video : હાર્ટ એટેકથી હવે બચવાના દિવસો આવી ગયા છે... તમારા સંતાનોને મોબાઈલ, જંક ફૂડથી દૂર રાખો, આવી જીવનશૈલી જલ્દીથી મોત લાવે છે
Trending Photos
Heart Attack Death Videos : છેલ્લા કેટલાક વર્ષોમાં હ્રદય સંબંધિત રોગ અને હ્રદય રોગના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. સામાન્ય રીતે 40 વર્ષથી વધારે ઉંમરના લોકો, જેમને હાર્ટ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારીઓ હોય છે. તે લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. પરંતુ હવે યુવાઓને પણ હાર્ટ અટેક અને હાર્ટ સંબંધિત બીમારી થઈ રહી છે. અને તેનાથી નાની ઉંમરમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. કેમ કે આવી જ કેટલીક ઘટનાઓ ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં હાર્ટ અટેકની એવી ઘટનાઓ સામે આવી છે. જેણે તબીબી જગતને પણ વિચારતો કરી દીધો છે.
સૌ પ્રથમ વારાણસીની ઘટના પર નજર કરીએ. આ વીડિયો ઉત્તર પ્રદેશનો છે. જ્યાં વારાણસીના પીપલાણી કટરા ક્ષેત્રમાં એક લગ્ન સમારંભનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર્યક્રમમાં ડાન્સ કરતાં કરતાં એક વ્યક્તિને અચાનક હાર્ટ અટેક આવે છે અને તેનું મોત થઈ જાય છે.
એક વીડિયો મેરઠનો છે. જ્યાં રસ્તા પર ચાલતાં ચાલતાં જ યુવાનને છીંક આવે છે અને પછી તે રસ્તામાં ઢળી પડે છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં યુવાનને મૃત જાહેર કરવામાં આવે છે. છીંક ખાતા જ યુવકના મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મધ્ય પ્રદેશના જબલપુરનો એક વીડિયો ધ્રૂજાવી દેનારો છે. અહીંયા બસ ડ્રાઈવરને ચાલુ બસમાં જ હાર્ટ અટેક આવે છે. જેના કારણે બસ સિગ્નલ પર ઉભેલા અનેક વાહનોને અડફેટે લે છે...હાર્ટ અટેક આવતાં જ બસ કાબુ ગુમાવી દે છે... અકસ્માતમાં બસ ડ્રાઈવરનું હાર્ટ અટેકથી મોત થાય છે... તો અન્ય 3 લોકો બસની અડફેટે આવી જતાં મોતને ભેટે છે.
કેમ વધી રહ્યાં છે હાર્ટએટેકના કિસ્સા
આ રીતે સોશિયલ મીડિયા પર વીડિયો અને ન્યૂઝ વાયરલ થતા રહે છે. પરંતુ, ડોકટરો આ સાથે બિલકુલ સહમત નથી.બેંગલુરુંના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડૉક્ટર સ્પષ્ટપણે એવું કહેતા જોવા મળે છે કે આવી બાબતોથી દર્દીને કોઈ ફાયદો નથી થતો. તેમણે કહ્યું કે આવી બાબતો સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે કે આવા લક્ષણો દેખાય તો આવો પ્રયોગ કરવાને બદલે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. ડૉકટરે જણાવ્યું કે આવી વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સારવારની જરૂર હોય છે. તેને યોગ્ય દવાઓ અપાવો, જરૂર પડે તો તેની એન્જીયોપ્લાસ્ટી કરાવો. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે. ખરેખર, ડૉ. કૃષ્ણમૂર્તિએ અન્ય એક વાયરલ વીડિયોના જવાબમાં આ વીડિયો અપલોડ કર્યો છે.
અચાનક હાર્ટએટેક આવે તો શું કરવું
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એવું કહેતો જોવા મળે છે કે જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો તેને ચોક્કસ સ્થિતિમાં જમીન પર બેસાડવો જોઈએ અને તરત જ તે વ્યક્તિને આદુનો ટુકડો આપી તેને ચાવવાનું કહે છે. આ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન વધારશે અને નસો ખોલશે. આ પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે