ડ્રગ્સના કારોબારનું ગુજરાત બની રહ્યું છે હબ! ફરી એક વખત લાખો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું

પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ અમદાવાદના અસલાલી હાથીજણ રોડ પાસેથી પકડાયા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળી હતી કે મેં ડ્રોન નો જથ્થો લઈ બે શખ્સો અમદાવાદ આવવાના છે.

ડ્રગ્સના કારોબારનું ગુજરાત બની રહ્યું છે હબ! ફરી એક વખત લાખો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના હાથીજણ નજીક થી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પરંતુ અમદાવાદમાં છૂટક એમડી ડ્રગ્સ વેચી ગેરકાયદેસર ધંધો કરતા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે એનડીપીએસ ગુનો નોંધી ઉત્તર પ્રદેશમાંથી કોની પાસેથી લાવતા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

 પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ અમદાવાદના અસલાલી હાથીજણ રોડ પાસેથી પકડાયા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળી હતી કે મેં ડ્રોન નો જથ્થો લઈ બે શખ્સો અમદાવાદ આવવાના છે જેને પગલે પોલીસે વોચ ગોઠવી આ બંને આરોપીઓને 485 ગ્રામ થી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપી આઝમખાન પઠાણ અને કેફ ખાન પઠાણ પહેલી વખત નહીં અગાઉ પણ અમદાવાદમાં જથ્થો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ હકીકત પણ સામે આવી છે કે આ એમડી ડ્રગ્સ ખૂબ જ પ્યોરિટી ધરાવતું ડ્રગ્સ હતું. જેમાં મિશ્રણ કરી આઝમખાન અને કેફખાન વધુ ડ્રગ્સનો જથ્થો બનાવીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં છૂટક વેચતા હતા. હાલમાં પોલીસે પકડેલ આ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 49 લાખ 58 હજાર જેટલી થાય છે. ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ઉત્તર પ્રદેશના આઝાદ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. પકડાયેલા બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી ટ્રેન મારફતે આ ડ્રગ્સ લઈને આવ્યા હતા.

મહત્વની છે કે આઝમખાન પઠાણ બાપુનગર વિસ્તારના પન્ના એસ્ટેટ ખાતે રહેતો હોય વિસ્તારમાં જ છૂટક વેચાણ કરી લાખો રૂપિયા કમાવવાના ઇરાદે નશીલા પદાર્થો વેચાણ કરતો હતો પરંતુ પોલીસને ધ્યાને આવતા આરોપીઓને ઝડપી લઇ આ સિન્ડિકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news