જીતુ વાઘાણીએ ખોખારીને કહ્યું; 'એકાદ બે માર્ક્સ ઓછા મળે પરંતુ પ્રયાસ તો પુરો કરીશું, અમે જ જીતીશું'
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તમામ તીખા સવાલોના શાલીનતાથી જવાબો પણ આપ્યાં હતા.
Trending Photos
શંખનાદ 2022/ZEE24કલાક: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પહેલીવાર ગુજરાતમાં ત્રિપાંખિયા જંગની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો પાસેથી કોની કેવી તૈયારીઓ છે એ તમામ સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક દ્વારા શંખનાદ 2022 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તમામ તીખા સવાલોના શાલીનતાથી જવાબો પણ આપ્યાં હતા.
- આ ભાજપની સરકાર છે. 1990થી ગુજરાતમાં શું કર્યું?
ઝી 24 કલાકની કોકલેવમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 74 સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, 8 સુપર સ્પેશિયલ હોસ્પિટલ, 31 મેડીકલ કોલેજમાં એમબીબીએસની 6200 સીટો છે. માસ્ટર ગ્રેજ્યુએશન માટે 2200 જેટલા પીજી. સુપર સ્પેશિયાલિટીમાં પહેલા 100થી વધારે ડોક્ટરો નહોતા. પરંતુ હવે ગુજરાત બદલાયું છે. 100ને બદલે હવે રાજ્યમાં 6200 ડોક્ટરો છે. CHS, BHCમાં કોઈ મેડિકલ ઓફિસર બાકી નથી. કોરોના મહામીરામાં વેક્સિનની કામગીરી પરફેક્ટ કરવામાં આવી છે.
- ગુજરાતના આરોગ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે રાજ્યના દરેક જગ્યાએ આરોગ્યની વ્યવસ્થા છે.
- આપ મહોલ્લા ક્લિનિક આપશે, તો ભાજપ શું આપશે?
દિલ્હીના વાયદા ખોટા છે. આમ આદમી પાર્ટીએ વર્ષે 1 લાખ બચાવવાની વાત કરી હતી. આજે 2.37 લાખની આવક હોય તો 3 યુનિટની વાતો ખોટી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં મા કાર્ડ, વાત્સલ્યકાર્ડ બધુ ગુજરાતમાંથી આવ્યું છે. ગુજરાતે નળ આપ્યા. 24 કલાક ગુજરાતમાં વીજળી આવી, બિન પરંપરાગત વીજસ્ત્રો વગેરે જનતાને મળ્યું છે.
-શિક્ષણ સામેના સવાલો શું બદલાયું?
જીતુ વાઘાણીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, આજે ગુજરાતમાં ઘણું બધું બદલાયું છે. પ્રજાના આર્શીવાદ છે. આજે કોઈ એવી પાર્ટી નથીજે સતત મત મેળવ્યા હોય તેવી પાર્ટી એકમાત્ર ભાજપ છે. છેલ્લા 9 વર્ષમાં ભૂ.સુ શિક્ષણમાં ભરતી થાય છે. નવી પ્રક્રિયા ચાલું છે. હાલ કોર્ટ મેટર છે. વિદ્યાસહાયક, ટેટમાં પરીક્ષા જરૂરી છે. અમારી સરકારમાં પારદર્શક શિક્ષકની ભરતી કરવામાં આવી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પહેલા પૈસા લઈને શિક્ષકોની ભરતી થતી હતી. પરંતુ હવે એવું થતું નથી. આગામી સમયમાં પણ અમે શિક્ષણમાં રાજ્યના હિતમાં નિર્ણય લઈશું. બર્થ રેસિયા પ્રમાણે નામાંકન પુરેપુરું થાય છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા નામાંકન વધ્યું છે, જેના કારણે ડ્રોપઆઉટ રેસિયો ઘટ્યો છે.
- આ વખતે ત્રિપાંખિયો જંગ છે
આ પ્રસંગે જવાબ આપતા ભાજપના મંત્રીઓએ જણાવ્યું હતું કે, અમને જ જનમત મળશે. જનતાનો પ્રેમ અમને જ મળશે.
- આંદોલન સમેટવા ટીમો બનાવી?
વાઘાણીએ જણાવ્યું હતું કે, આ એક વ્યવસ્થાનો ભાગ છે. 2014, 2019માં લોકસભામાં અમારી પાર્ટીને 26-26 બેઠકો મળી હતી. અમને છઠ્ઠીવખત ગુજરાતમાં ભાજપ સરકાર બનાવશે. અમે સરકાર બનાવીશું તેનું અભિમાન નથી. અમે આંદોલનકારીઓ સાથે સંવાદ કર્યો છે. નેશનલ એજ્યુકેશન પોલિસીઓ બનાવી, આ બધુ ગુજરાતે કરી બતાવ્યું છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ગુજરાતમાં સ્કૂલો કોરોનામાં શરૂ કરી. સરકારી સ્કૂલમાં 248 કરોડ રૂપિયા લોકભાગીદારીથી મેળવ્યા છે. સાડા ત્રણ લાખ વિદ્યાર્થી પ્રાઈવેટમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે. વાઘાણીએ જણાવ્યું કે 10 હજાર કરોડના ખર્ચે 20 હજાર સ્કૂલો અપગ્રેડ થશે.
- શિક્ષકોની ઘટ
વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ શિક્ષકોની ઘટ છે એવું નથી, દેશમાં કયા રાજ્યમાં શિક્ષકોની ઘટ નથી. શિક્ષકો નિવૃત થાય તો નવા શિક્ષકો લેવાય છે. આગામી સમયમાં 10 હજાર પ્રવાસી શિક્ષકો લેવાશે. ભરતી ચાલું છે, નવી પરીક્ષા લઈશું.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. પરંતુ હાલ વિવિધ સમાજોને ગેરમાર્ગે દોરવાય છે. 24 કલાક વીજળી રોજગારીનું સૌથી મોટું સાધન છે. ગુજરાતના તમામ સમાજ શાણો છે. એ બધું જ સમજે છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જનતા વિકાસને જોઈને મત આપે છે.
- વિસનગર, પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ત્યાંના સુકાની કોણ?
પાર્ટી નક્કી કરશે કોને આ બેઠક પરથી લડાવવા. પાર્ટી જે નક્કી કરશે તેને ખભે બેસાડીને જીતાડીશું.
ત્રિપાંખિયો જંગના પડકારો?
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીમાં વિખવાદ નથી. વિચારભેદ હોય, પરંતુ મનભેદ ક્યારેય નથી. ચૂંટણીમાં બધા જાન લગાવીને લડે છે. રાજનીતિ, પડકારો, અપેક્ષા, લાગણીઓ, લોકશાહીમાં બધાને વાત કરવાનો હક્ક છે. ચર્ચાથી સમસ્યાનો હલ નીકળે છે. આર્થિક ડિસીટલીન ગુજરાતમાં છે પ્રશ્નો ઉકેલીશું.
- પાટીદારોનું વજન વધ્યું?
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરપંચથી લઈને સીએમ સુધી પાટીદાર જ હોવા જોઈએ. એક સમુદાયની માંગણીઓ છે. પરંતુ ભાજપ સમાજથી ઉપર છે. છેવાડાના માનવીનો વિકાસ થાય તેનો હેતું છે. અમારા માટે થાય એ રાજકારણ અને લોકો માટે થાય તે રાજનીતિ. આજે દરેક સમાજ ભાજપ સાથે છે. સક્ષમ નેતૃત્વ જરૂરી છે, તેમાં જ્ઞાતિની વાત જ નથી. કાયદો વ્યવસ્થાથી સામાજીક સુધારા સુધી માંગણીઓ તો ગમે તે થાય. છેલ્લે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની માંગ છે કે પાટીદાર જ સીએમ હોવો જોઈએ.
- 2017માં 150નો લક્ષ્યાંક હતો, પણ 99 આવેલી. આ વખતે 2022માં 182નું લક્ષ્યાંક છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નિશાન ચૂક માફ પણ, નિશાન ઉંચું રાખવું. અમારા પ્રમુખે અગાઉથી લક્ષ્યાંક નક્કી કરી દીધો છે. અમે લક્ષ્યાંક મેળવવા માટે જીવ લગાવી દઈશું. અમારે જે પેપર આપવાનું છે તેમાં 100માંથી 100 લાવવાના છે. એમાં એકાદ બે માર્ક્સ ઓછા પણ મળે પરંતુ પ્રયાસ પુરો કરીશું. ગુજરાતમાં અમે જ જીતીશું.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમારા માટે કોઈ જંગ નછી. રેકોર્ડબ્રેક સીટોથી જીતીશું. 2017માં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થયેલો. પરંતુ એ વખતે પણ અમે જ જીત્યા હતા. આજે પણ હું કહું છું કે અમે જ જીતીશું. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે