Gold Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી થઈ સસ્તી, જાણો નવી કિંમત

Gold Silver Price: છેલ્લા કેટલાક દિવસના વધારા બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. માંગ ઘટવાને કારણે આજે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 

Gold Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી થઈ સસ્તી, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ઘણા દિવસ સુધી સતત વધારા બાદ આજે સોના-ચાંદીના (Gold Silver Price) ભાવમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનું 225 રૂપિયાના ઘટાડા સાથે 50761 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 50986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

ચાંદી પણ 315 રૂપિયાના ઘટાડા સાથે 54009 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ, જે પાછલા કારોબારમાં 54,324 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1702 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 18.18 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે ડોલર મજબૂત થવાથી સોનું 1700 ડોલર પ્રતિ ઔંસની નજીક રહ્યું. 

ઓછી માંગથી સોનાની વાયદા કિંમતમાં ઘટાડો
વાયદા કારોબારમાં બુધવારે સોનું 35 રૂપિયાના ઘટાડા સાથે 50246 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરની ડિલિવરી માટે સોનાનો કરાર 35 રૂપિયા કે 0.07 ટકાના ઘટાડા સાથે 50246 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. તેમાં 11412 લોટ માટે કારોબાર થયો હતો. વ્યાપારીઓએ સોનાની કિંમતોમાં ઘટાડાનો શ્રેય સોદામાં કમીને આપ્યો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.12 ટકાના ઘટાડા સાથે 1,710.80 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

હાજર માંગથી ચાંદીની વાયદા કિંમતમાં તેજી
મજબૂત હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાનો દાવ વધાર્યો જેથી વાયદા બજારમાં બુધવારે ચાંદીની કિંમત 283 રૂપિયાની તેજીની સાથે 53429 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી ડિસેમ્બર ડિલિવરીનો કરાર 283 રૂપિયા કે 0.53 ટકાની તેજીની સાથે 53,429 રૂપિયા હતો, જેમાં 27502 લોટનો કારોબાર થયો હતો. ચાંદીની કિંમતોમાં તેજીનું મુખ્ય કારણ સકારાત્મક ઘરેલૂ વલણ વચ્ચે વ્યાપારીઓ દ્વારા તાજા સોદાની લિવાલી કરવાનું હતું. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.32 ટકાની તેજીની સાથે 17.97 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news