સોશિયલ મીડિયામાં #Resign_Asitvora નામથી અભિયાન શરૂ, શું અસિત વોરાનું રાજીનામું માંગી લેવાયું?

ZEE 24 કલાક પર પેપરલીક કેસમાં મોટી ખબર સામે આવી છે. GSSBના ચેરમેન આસિત વોરાના રાજીનામાની ફરી માગ ઉઠી છે. ઉમેદવારો બાદ હવે રાજકીય પક્ષોએ રાજીનામાની માગ કરી હતી.

સોશિયલ મીડિયામાં #Resign_Asitvora નામથી અભિયાન શરૂ, શું અસિત વોરાનું રાજીનામું માંગી લેવાયું?

ઝી બ્યુરો/ ગાંધીનગર: GSSBના ચેરમેનપદેથી અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા સૂત્રો પાસેથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે બુધવારે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા વોરાએ જણાવ્યું હતું કે CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી' આવું નિવેદન આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે હવે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું..

ZEE 24 કલાક પર પેપરલીક કેસમાં મોટી ખબર સામે આવી છે. GSSBના ચેરમેન આસિત વોરાના રાજીનામાની ફરી માગ ઉઠી છે. ઉમેદવારો બાદ હવે રાજકીય પક્ષોએ રાજીનામાની માગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વોરાના રાજીનામાની માગ કરી હતી. સોશિયલ મીડિયામાં હાલ ટ્વિટર પર  #Resign_Asitvora ટ્રેન્ડ થઈ રહ્યું છે. જો કે રાજીનામા અંગે કઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર: ચૂંટણીમાં જમાઈની જીત થતા સાસુ એ ખભે બેસાડી વિજય સરઘસ કાઢ્યું, Video વાયરલ

તમને જણાવી દઈએ કે બિન સચિવાલયની હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક કાંડમાં GSSBના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં આવી ગયા હતા. વિદ્યાર્થી નેતા  યુવરાજસિંહ, AAP અને વિરોધપક્ષ અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યાં હતા. ગઈકાલે (બુધવારે) કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે અસિત વોરાને બોલાવ્યા હતા. જેના ભાગરૂપે મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા વોરાએ જણાવ્યું હતું કે CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી' તેઓ આવું નિવેદન આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરકાંડ મુદ્દે જણાવ્યું હતું કે ઝડપાયેલા 14 શખ્સો તો માત્ર નાની માછલીઓ છે, મુખ્ય સુત્રધારો બીજા છે. સરકારે પહેલા તો GSSBના ચેરમેનપદેથી અસિત વોરાને તત્કાળ હટાવીને પોલીસ- IAS ઓફિસરોની સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમ- SIT રચીને તપાસ કરાવે. જ્યાં સુધી અસિત વોરા ચેરમેનપદે રહેશે ત્યાં સુધી ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળ અને ભરતી પરીક્ષાઓની પારદર્શકતા ઉપર ભરોસો રહેશે નહી.

રાજ્ય ગૃહમંત્રીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,  આ કાંડમાં જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે તેને છોડવામાં આવશે નહીં. આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાશે. પેપર લિકેજકાંડ મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે અસિત વોરાની સામે પેપરકાંડ મુદ્દે આક્ષેપો થયા છે, પરંતુ તેમની સામે આધારભૂત કોઈ પુરાવા મળ્યા નથી. સરકારી ભરતીકાંડની ઘટનામાં ભાજપ સાથે જોડાયેલા કોઈ પણ નેતા કે કાર્યકરની ભૂમિકા સ્પષ્ટ થશે તો આકરામાં આકરી કાર્યવાહી થશે.

નોંધનીય છે કે, AAP પાર્ટીના નેતાઓ, કાર્યકરો, કોંગ્રેસના નેતાઓ સહિત અનેક પાર્ટીઓ પેપરકાંડ મુદ્દે અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર હવે આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news