નવી વહુ નણંદને પણ નમે: હાર્દિકને પ્રથમ ગ્રાસે મક્ષીકા થયા બાદ ટ્વીટ સુધાર્યું
Trending Photos
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સ્તરે વિવિધ પદો પર નિમણૂક કરી હતી. એક સમયે અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલને ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આજે હાર્દિક ખોડલધામ દર્શનાર્થે ગયો હતો. ત્યાર બાદ એક ટ્વિટ કર્યું હતું. હાર્દિકે ટ્વિટ કર્યું હતું કે, 2020ની ગુજરાતની ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. જોકે બાદમાં હાર્દિકને પોતાની ભુલ સમજાતા ટ્વિટ ડિલીટ કર્યું હતું. નવેસરથી સુધારા સાથે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2/3 બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેમાં તેનું કદ પણ વધ્યું હતું. પેટા ચૂંટણીની મોટા ભાગની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસનાં યુવા ચહેરા તરીકે હાર્દિક પટેલ પ્રોજેક્ટ થયો હતો. હાર્દિક પટેલ આગામી સમયમાં તમામ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર પણ સંભાળશે. જો કે હાર્દિક સામે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસમાં રહેલા આંતરિક વિખવાદને દુર કરવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, જે સારી રીતે નિભાવીશ.
ભાજપ સામે લડવાની શક્તિ મેળવવા માટે આજે માતાજીના આશીર્વાદ લીધા છે. 2022 ની ફાઇનલ મેચ પહેલા પેટાચૂંટણી રૂપે ક્વાર્ટર ફાઇનલ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી એ સેમિફાઇનલ છે. સેમિફાઇનલ અને ફાઇનલ બંન્નેમાં જીતશું. પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે. મુખ્ય 5 મુદાઓ ને લઇ ગામડે ગામડે જઇ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે