ખોડલધામથી નરેશ પટેલ અને હાર્દિક પટેલે કર્યા મોટા ધડાકા, બતાવ્યો પાટીદાર પાવર

રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા હાજર રહ્યા હતા. ખોડલધામ ખાતેની બેઠકમાં સામાજીક અને રાજકીય ચર્ચા મુદ્દા પર ચર્ચા થઈ હતી. તો સાથે જ હાર્દિક પટેલની કોંગ્રેસથી નારાજગી અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, આજે અમે રાજકીય, સામાજિક પારિવારિક મુદ્દા પર ખૂલીને ચર્ચા કરી છે. નરેશભાઈની સલાહ હંમેશા અમે માનીને આગળ વધીએ છીએ. આજે કેસ પાછા ખેંચવાની પ્રોસેસ જલ્દી ચાલે તેના પર ચર્ચા કરી. તેમના રાજકીય નિર્ણય પર અમે સહમત છીએ. તેમના આદેશને સર્વમાન્ય માનીને આગળ વધીશું. અમારા હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવુ નહિ, પણ લોકોને સમૃદ્ધ બને તે છે. 
ખોડલધામથી નરેશ પટેલ અને હાર્દિક પટેલે કર્યા મોટા ધડાકા, બતાવ્યો પાટીદાર પાવર

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા હાજર રહ્યા હતા. ખોડલધામ ખાતેની બેઠકમાં સામાજીક અને રાજકીય ચર્ચા મુદ્દા પર ચર્ચા થઈ હતી. તો સાથે જ હાર્દિક પટેલની કોંગ્રેસથી નારાજગી અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, આજે અમે રાજકીય, સામાજિક પારિવારિક મુદ્દા પર ખૂલીને ચર્ચા કરી છે. નરેશભાઈની સલાહ હંમેશા અમે માનીને આગળ વધીએ છીએ. આજે કેસ પાછા ખેંચવાની પ્રોસેસ જલ્દી ચાલે તેના પર ચર્ચા કરી. તેમના રાજકીય નિર્ણય પર અમે સહમત છીએ. તેમના આદેશને સર્વમાન્ય માનીને આગળ વધીશું. અમારા હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવુ નહિ, પણ લોકોને સમૃદ્ધ બને તે છે. 

અત્યાર સુધી પક્ષને આપ્યુ જ છે, કંઈ લીધુ નથી
કોંગ્રેસ સાથે નારાજગીની વાત પર હાર્દિક પટેલે કહ્યુ કે, હું કોંગ્રેસથી નારાજ છું તે જગજાહેર છે. કાર્યકારી પ્રમુખ છું તો એની એક જવાબદારી હોય. અમે કામ માંગીએ છીએ, અમે પદ નથી માંગતા. મારા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ઉદેપુર ચિંતન શિબિરમાં જઈને શું કરું. અત્યાર સુધી પક્ષને આપ્યુ જ છે, કંઈ લીધુ નથી. કોંગ્રેસના નેતાઓ શુ વિચારે છે તેની મને ખબર નથી, પણ નરેશભાઈ હાઈકમાન્ડ સાથે વાત કરી રહ્યાં છે. નરેશભાઈના નિર્ણય સાથે હું છું. નરેશભાઈ જેમની સાથે જોડાશે તે પાર્ટીને ફાયદો થશે. 

વધુ એક બેઠક બાદ રાજકારણમાં પ્રવેશવા વિશે જાહેરાત કરીશ
તો નરેશ પટેલે કહ્યુ હતુ કે, પાટીદાર યુવકો પરના કેસ જલ્દી ખેંચાય તેવી સરકારને વિનંતી છે. કેસ ખેંચાવની પોઝિટિવ વાત શરૂ થઈ છે, પણ જલ્દીથી કેસ ખેંચાય તે જરૂરી છે. નિર્ણય લેવાયો, પણ પ્રોસિજર ધીમી ચાલે છે. મારા રાજકારણના પ્રવેશ અંગે મેં હાર્દિક અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી. પાંચ સાત દિવસ પછી બીજી બેઠક કરીશું, તેમાં મારો નિર્ણય જણાવીશ. આ બેઠકમાં અન્ય અગ્રણી પણ રહેશે. આજની બેઠકમાં મારા વિશે ઘણી ચર્ચા થઈ, વડીલો મારી ચિંતા કરે, યુવાનો મને રાજકારણમાં ઈચ્છે છે. પરંતુ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય આજેને આજે આવે નહિ, તે માટે વધુ એક બેઠક કરીશું. તેમાં નિર્ણય લઈ લઈશું. હાલ પાક્કી તારીખ નહિ આપી. દર વખતે તારીખ આપીને તેમાં આમતેમ થાય તે સારુ લાગતુ નથી. 

તો હાર્દિક પટેલના કોંગ્રેસ છોડવા અંગે તેમણે કહ્યુ કે, હાર્દિક જ્યા છે ત્યા યથાવત રહેશે. આગામી દિવસોમાં તમામ નિર્ણયો લેવાશે. હાર્દિકને જે પ્રશ્નો છે તે સોલ્વ કરવા તે અને હુ બંને પ્રયાસો કરી રહ્યા છીએ. ક્યાંય પણ જવુ તે હાર્દિકનો અંગત નિર્ણય હોઈ શકે. નિર્ણય સંવતંત્ર હોય છે, તે લે તો જ સાચો પડે. આજની બેઠકમાં પક્ષ ફેરવવાની કોઈ ચર્ચા થઈ નથી. હાર્દિક હાલ એટલો મેચ્યોર છે કે મને સમજાવી શકે તેમ છે. 

નરેશ પટેલની પાટીદાર યુવા નેતાઓ સાથે લગભગ એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. મહત્વનું છે હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. હાર્દિક કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. તો નરેશ પટેલના રાજકારણના જોડાવા અંગે અટકળો ચાલી રહી છે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચા વચ્ચે પાસ આગેવાનો સાથેની તેમની બેઠક મહત્વની ગણાઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news