આવતીકાલે યોજાશે GUJCET ની પરીક્ષા, વાંચો ગાઇડલાઇન્સ, પરીક્ષાના આ દિવસે આ નિયમોનું રાખજો ધ્યાન
ગુજરાત સેકેંડરી એન્ડ હાયર એન્ડ હાય સેકેંડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) આયોજિત થનાર ગુજરાત કોમ એંટ્રેંસ ટેસ્ટ (Gujarat Common Entrance Test) ની પરીક્ષા આવતીકાલે એટલે કે 18 એપ્રિલ 2022 ના રોજ રાજ્યભરમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.
Trending Photos
GUJCET Exam 2022 Guidelines:ગુજરાત સેકેંડરી એન્ડ હાયર એન્ડ હાય સેકેંડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) આયોજિત થનાર ગુજરાત કોમ એંટ્રેંસ ટેસ્ટ (Gujarat Common Entrance Test) ની પરીક્ષા આવતીકાલે એટલે કે 18 એપ્રિલ 2022 ના રોજ રાજ્યભરમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. બોર્ડે પરીક્ષા (GUJCET 2022) ને લઇએ સંપૂર્ણ તૈયારી કરે લીધી છે અને એડમિટ કાર્ડ (GUJCET 2022 Admit Card) પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. તે કેન્ડિડેટ્સ જે GUJCET 2022 પરીક્ષામાં બેસી રહ્યા છે, તે સત્તાવાર વેબસાઇટ પર બતાવવામાં આવેલા ફોર્મેટમાં એડમિડ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આમ કરવા માટે ગુજરાત સેકેંડરી એન્ડ હાયર એન્ડ હાય સેકેંડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) ની ઓફિશિયલ વેબસાઇટ gujcet.gseb.org જઇ શકે છે.
આ હેલ્પલાઇન નંબર કર્યા જાહેર
બોર્ડે કેંડિડેટ્સને આસિસ્ટ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જો તમે પરીક્ષાના એડમિટ કાર્ડને ડાઉનલોડ કરવામાં કોઇ સમસ્યા આવે તો આ નંબરો પર સંપર્ક કરી શકો છો. ફોન નંબર- 8401292014, 8485992014
આ કોર્સીસમાં થાય છે સિલેક્શન
ગુજરાતના વિભિન્ન ડિપ્લોમા, ડિગ્રી, એન્જીનિયરિંગ અને ફાર્મસી કોર્સીસમાં એડમિશન માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષાનું આયોજન રાજ્યના વિભિન્ન શહેરોમાં બનેલા કેંદ્રો પર હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગ્રુપ એ અને બી મળીને લગભગ 1.8 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષાનું ટાઇમિંગ સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રહેશે.
આ છે ગાઇડલાઇન્સ અને આ વાતોનું રાખો ધ્યાન
પરીક્ષાના દિવસે તમારું એડમિટ કાર્ડ જરૂર સાથે રાખો નહીતર તમને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહી મળે.
પરીક્ષા કેંદ્રમાં રિપોર્ટિંગ સમય પહેલાં પહોંચો જેથી છેલ્લી ઘડી દોડાદોડીથી બચી શકાય.
કેંડિડેટ્સને સાથે સેનિટાઇઝરની ટ્રાંસપરન્ટ બોટલ રાખવી પડશે. પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવું પડશે.
પરીક્ષા હોલમાં જે આઇટલમ લઇ જવાની મનાઇ છે. તેમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, હેડફોન અને કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે