HDFC ના રોકાણકારો માટે જરૂરી સમાચાર, બેંક આપી રહી છે જીવનભર રિટર્ન મેળવવાની તક
HDFC Bonds: એચડીએફસી બેંક ભારતની સૌથી મોટી ખાનગી બેંક છે. એચડીએફસી બેંકે એક નિયમનકારી સૂચનામાં કહ્યું કે આગામી વર્ષમાં બોન્ડ જાહેર કરી 50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શેર ધારકોની મંજૂરી મળ્યા બાદ આ રકમ ખાનગી ફાળવણી દ્વારા એકત્ર કરવામાં આવશે.
Trending Photos
HDFC Bonds: એચડીએફસીના રોકાણકારો માટે જરૂરી સમાચાર છે. હવે તમને જીવનભર રિટર્ન મેળવવાની તક મળી શકે છે. ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે શનિવારે કહ્યું કે તે આગામી વર્ષમાં બોન્ડ જાહેર કરી 50,000 કરોડ રૂપિયાના નાણા એકત્ર કરશે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બોન્ડ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના દ્વારા એકત્ર કરવામાં આવતી રમકનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નાણાં આપવા માટે અને ગ્રાહકોને એફોર્ડેબલ હાઉસિંગ લોન ધિરાણ કરવામાં આવશે.
એચડીએફસી બેંકે એક નિયમનકારી સૂચનામાં કહ્યું કે આગામી વર્ષમાં બોન્ડ જાહેર કરી 50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મંજૂરી આપી છે. શેર ધારકોની મંજૂરી મળ્યા બાદ આ રકમ ખાનગી ફાળવણી દ્વારા એકત્ર કરવામાં આવશે.
રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
આ સાથે જ એચડીએફસી બેંકે રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કર્યાની જાણકારી પણ આપી. રેણુ સપ્ટેમ્બર 2022 થી આગામી પાંચ વર્ષ સુધી નિયામક મંડળમાં બિન-કાર્યકારી નિર્દેશક તરીકે બન્યા રહેશે. રેણુ વર્ષ 2010 થી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડ દ્વારા હાલમાં જ વિલીનીકરણની જાહેરાત કરવામાં આવી છે.
રોકાણકારો માટે શું છે ખાસ?
હવે સવાલ છે એ કે તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે? તમને જણાવી દઈએ કે, આ નિર્ણય રોકાણકારો માટે ખુબ જ ફાયદાકારક સાબિત તશે. તેમના માટે જીવનભરની આવકનું સાધન બની શકે છે. તમે બેંકના પર્પેચ્યુઅલ બોન્ડમાં રોકાણ કરી શકો છો. પર્પેચ્યુઅલ બોન્ડમાં કોઈ મેચ્યોરિટી પીરિયડ્સ હોતો નથી. તેથી બેંક તેના પર રોકાણકારોને આજીવન વ્યાજ આપશે. એટલે કે, તમારી પાસે આજીવનનો સોર્સ ઓફ ઇનકમ હશે.
તેમાં લોન્ગ ટર્મ બોન્ડ્સ પણ છે જેની મેચ્યોરિટી 10-30 વર્ષની હોઈ શકે છે. જેના દ્વારા તમે મોટો ફાયદો મેળવી શકો છો. એચડીએફસી બેંક ભારતની સૌથી મોટી ખાનગી બેંક છે અને માર્ચ ક્વાટરમાં બેંકનું પ્રદર્શન સારું રહ્યું છે. બેંકનો નફો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 10,055 કરોડ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે