ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી એકવાર ચક્રવાત તબાહી લાવશે

Gujarat Weather Forecast : અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં આવતા અઠવાડિયે ગુજરાતમાં 2 વાવાઝોડાં ત્રાટકવાનો ખતરો,,, પહેલું વાવાઝોડું પાંચથી સાત જૂન વચ્ચે અને આઠથી નવ જૂન વચ્ચે બીજું વાવાઝોડું ત્રાટકશે

ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી એકવાર ચક્રવાત તબાહી લાવશે

Ambalal Patel Prediction : 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાત અને વાવાઝોડાનો જૂનો નાતો છે. ગુજરાતમાં મહેમાનની જેમ વાવાઝોડા આવ્યા કરે છે. પરંતુ આ મહેમાન સંકટની જેમ આવતા હોય છે, અને બધુ ખેદાન મેદાન કરીને જતા હોય છે. ત્યારે ગુજરાત પર ફરી એકવાર ચક્રવાતની ઘાત ઉભી છે. જોકે, હવે એક નહિ બે સંકટ માથે છે. ગુજરાતમાં એકસાથે બે વાવાઝોડા ત્રાટકવાના છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં આવતા અઠવાડિયે ગુજરાતમાં 2 વાવાઝોડાં ત્રાટકવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 5 થી 7 જૂન વચ્ચે પહેલું વાવાઝોડું અને 8 થી 9 જૂન વચ્ચે બીજું વાવાઝોડું ત્રાટકશે. આ સાથે 7 જૂન આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે.

વાવાઝોડું ફુંકાશે
ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના અનેક શહેરોમાં 30 થી 40 કિમીની ઝડપે પવનની શક્યતા છે. આગામી 4 થી 5 દિવસમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ વાતાવરણમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે મુજબ તેની અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. ખાસ કરીને, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક વિસ્તારોમાં જોવા મળશે. અહી ભારે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. 

વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. 

હાલ ગુજરાતમાં વરસાદ 
અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર પહેલા જ વરસાદ જોવા મળ્યો છે.ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન થયા છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આજે પણ જોવા મળ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. મગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. પાટણમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. હારીજ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો. સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે.

આ પાંચ દિવસ ક્યા ક્યા વરસાદ પડશે
2-3 જૂન - બનાસકાંઠા, સાબરકાંઠા
3 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નનવસારી, દમણ
4 જૂન - સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે
5 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું ક્યારે 
ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. જૂન મહિનાની 7થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કેરળ બાદ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાત પહોંચશે. ચોમાસાની આગાહી વિશે કહ્યું કે, ચોમાસુ હાલ ભારતમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે અને જલ્દી જ કેરળ પહોંચી જશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં પહોંચશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news