હચમચાવી દેશે પ્રત્યક્ષદર્શીઓની આ આંખો દેખી...જોરદાર ઝટકો લાગ્યો, જોયું તો બોગીમાં વિખરાયેલા પડ્યા હતા અનેક અંગ
Trending Photos
Statement of Survivors of the Accident: ઓડિશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અનેક વર્ષો બાદ થયેલા આ ભયાનક ટ્રેન અકસ્માતથી દેશ હચમચી ગયો છે. અકસ્માતમાં ફસાયેલા પીડિતોને કાઢવા માટે વિવિધ એજન્સીઓનું બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની અનેક દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે. જેને સાંભળીને દરેક જણ કાંપી જશે.
'કોઈનું માથું નહતું તો કોઈના પગ'
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનથી ચેન્નાઈ જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે અમે લોકો S5 બોગીમાં સવાર હતા. ઘટના સમયે હું મારી સીટ પર સૂઈ ગયો હતો. અચાનક જોરથી ઝટકો લાગ્યો અને બોગી પલટી ગઈ. બાદમાં મે જોયું કે કોઈનું માથું નહતું તો કોના હાથ કે પગ કપાઈ ચૂક્યા હતા. અમારી સીટ નીચે એક 2 વર્ષનો બાળક હતો જે સુરક્ષિત બચી ગયો. બાદમાં અમે તેના પરિજનોને બચાવ્યા.
#WATCH हम S5 बोगी में थे और जिस समय हादसा हुआ उस उस समय मैं सोया हुआ था... हमने देखा कि किसी का सर, हाथ, पैर नहीं था... हमारी सीट के निचे एक 2 साल का बच्चा था जो पूरी तरह से सुरक्षित है। बाद में हमने उसके परिवारिजन को बचाया: हादसे के बारे में बताते हुए कोरोमंडल एक्सप्रेस का एक… pic.twitter.com/0Ni3WR1Lwy
— ANI_HindiNews (@AHindinews) June 2, 2023
બોગી પલટી જતા જ મારા પર પડ્યા 10-15 લોકો
એક મુસાફરે જણાવ્યું કે થાકેલો હોવાના કારણે મને ઊંઘ આવી ગઈ હતી. જ્યારે ટ્રેનનો અકસ્માત થયો ત્યારે મારાવાળી બોગી પલટી ગઈ. જેના કારણે મારી આંખ ખુલી ગઈ. તે સમયે મારા પર 10-15 લોકો પડ્યા હતા. હું તેમની નીચે દબાઈ ગયો હતો. મારા ગળા અને હાથમાં ઈજા થઈ હતી. જેમ તેમ કરીને અમે બોગીમાંથી બહાર નીકળ્યા તો નજારો જોઈને હચમચી ગયા. કોઈ મુસાફરના પગ કપાઈને અલગ થયા હતા તો કોઈનો ચહેરો સંપૂર્ણ રીતે બગડી ગયો હતો. કોઈનો હાથ ખભામાંથી અલગ થઈ ગયો હતો.
સાથે બેસેલા મુસાફરો થોડીવાર બાદ લાશ બન્યા
ટ્રેનમાં ફસાયેલા એક મુસાફરે જણાવ્યું કે ઘટનામાં તેનો પરિવાર માંડ માંડ બચ્યો. બોગી પલટી જવાના કારણે અનેક લોકો તેમના ઉપર આવીને પડ્યા હતા. જેના કારણે સામાન્ય ઈજા થઈ પરંતુ કોઈના જીવ ન ગયા. જો કે બોગીમાં સવાર બધા લોકો એટલા નસીબદાર નહતા. તેમાંતી અનેકના સ્વજનોએ તેમની આંખો સામે જ દમ તોડ્યો. થોડીવાર પહેલા જે મુસાફરો સાથે મુસાફરી કરી રહ્યા હતા તેમાના અનેક લાશ બનીને સામે પડ્યા હતા.
ઓડિશા સરકારે ચાલુ કર્યા કંટ્રોલ રૂમ
ઓડિશા સરકારે બચાવ કાર્ય માટે વિભિન્ન જિલ્લાઓમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યા છે. આ સેન્ટર પર દિવસ રાત અધિકારીઓની ડ્યૂટી લગાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ આ નંબરો પર સંપર્ક કરીને વિગતો મેળવી શકે છે.
Helpline Numbers to address issues related to train-derailment at Bahanaga near #Balasore,#Odisha.@RailMinIndia @AshwiniVaishnaw @PIB_India @EastCoastRail @DRMKhurdaRoad @drmkgp pic.twitter.com/0hfl0CIyS2
— PIB in Odisha (@PIBBhubaneswar) June 2, 2023
કેન્દ્રીય ગૃહમંત્રીએ જતાવ્યું દુ:ખ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર ઊંડું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં થયેલો રેલ અકસ્માત ખુબ પીડાદાયક છે. NDRF ની ટીમ દુર્ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવી રહી છે. બાકી ટીમો પણ અભિયાનમાં સામેલ થવા માટે પહોંચી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ અને ઘાયલોના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે