Today Weather Update : અંબાલાલ પટેલની નવી આગાહી: નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું

Weather Update Today : ગુજરાતમાં કડકડતી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ,,, 9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું ગાંધીનગર.. કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તો અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Today Weather Update : અંબાલાલ પટેલની નવી આગાહી: નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું

Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે સતર્ક થઈ જવુ પડશે. કારણ કે, 2024 નું પહેલુ વાવાઝોડું આવી રહ્યુ છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે. જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

અંબાલાલ પટેલે ઠંડીની આગાહી વિશે કહ્યું કે, જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. 

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે. 

આખરે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે. 8.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, નલિયા 9.8, ડીસા 10.1, અમદાવાદ 11.1, વડોદરા 12, રાજકોટ 12.4 ડિગ્રી તાપમાન રહ્યું. 

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાન ઝીરો પર પહોંચ્યું છે. ઠંડીનો પારો ગગડતાં બરફની પાતળી ચાદર છવાઈ છે. કાર, ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો પર જતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડી ઉડાડવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. હજુપણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news