વેગનઆર છોડો...ખિસ્સામાં 7 લાખ રૂપિયા હોય તો આ કાર લો, માખણ જેવું એન્જિન, માઈલેજ પણ જબરદસ્ત!

જો તમને મારુતિની ગાડીઓ ગમતી હોય અને તમારું બજેટ 7-8 લાખ રૂપિયાનું હોય તો આટલા બજેટમાં તમે મારુતિ વેગનઆર કરતા પણ સારી કાર લઈ શકો છો. 

વેગનઆર છોડો...ખિસ્સામાં 7 લાખ રૂપિયા હોય તો આ કાર લો, માખણ જેવું એન્જિન, માઈલેજ પણ જબરદસ્ત!

ભારતીય બજારમાં મારુતિ વેગનઆર સૌથી વધુ વેચાતી કાર છે. ગત વર્ષ મોટાભાગના મહિનાઓમાં આ કાર વેચાણમાં નંબર 1 અને નંબર 2 પર જોવા મળી છે. મારુતિ વેગનઆર આજે લાખો મીડલ ક્લાસ પરિવારની શાન બનેલી છે. લોકો આ કારને શાનદાર માઈલેજ, કમ્ફર્ટ, અને તેના મેન્ટેઈનન્સ ફ્રી એન્જિન માટે સૌથી વધુ પસંદ કરે છે. જો કિંમતની વાત કરીએ તો વેગનઆરની કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થઈને 7.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી પહોંચે છે. અનેક લોકો 7.50 લાખ રૂપિયા ખર્ચ કરીને વેગનઆરનું ટોપ વેરિએન્ટ ખરીદે છે. પરંતુ જો તમને મારુતિની ગાડીઓ ગમતી હોય અને તમારું બજેટ 7-8 લાખ રૂપિયાનું હોય તો આટલા બજેટમાં તમે મારુતિ વેગનઆર કરતા પણ સારી કાર લઈ શકો છો. 

ગત વર્ષે મારુતિને વધુ એક હેચબેક કાર લોકોએ ખુબ પસંદ કરી. આ કાર પોતાના શાનદાર કમ્ફર્ટ, ફીચર્સ અને જબરદસ્ત એન્જિન પરફોર્મન્સના કારણે લોકોને પસંદ બનેલી છે. ડિસેમ્બર 2023માં કંપનીએ આ કારના કુલ 10,669 યુનિટ્સ વેચ્યા છે અને તે દેશમાં એકમાત્ર સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ મારુતિ બલેનોની. જેનો મુકાબલો ઈન્ડિયન માર્કેટમાં ટાટા અલ્ટ્રોઝ, હુંડઈ આઈ20, અને ટોયેટા ગ્લેન્ઝા સાથે છે. મારુતિએ ફેબ્રુઆરી 2022માં બલેનોને ફેસિફ્ટ અવતારમાં લોન્ચ કરી હતી. આ કારને નવી ડિઝાઈનમાં અનેક અપડેટ પણ આપવામાં આવ્યા છે જેનાથી તે હવે વેલ્યુ ફોર મની કાર બની ગઈ છે. 

મારુતિ બલેનોનું એન્જિન
મારુતિ બલેનોમાં 1.2 લીટરનું નેચરલી એસ્પિરેટેડ એન્જિન અપાયું છે. આ એન્જિન 90 બીએચપીનો પાવર અને 113 એનએમનો ટોર્ક જનરેટ  કરે છે. કંપની બલેનોને સીએનજી ઓપ્શનમાં પણ રજૂ કરે છે. સીએનજીમાં આ એન્જિન 77.49 બીએચપીનો પાવર અને 98.5 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બલેનોની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. માઈલેજની વાત કરીએ તો આ કાર પેટ્રોલમાં 22.94 kmpl  અને સીએનજીમાં 30.61km/kg ની માઈલેજ સરળતાથી આપે છે. 

ફીચર્સ
તેમાં વાયરલેસ એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોની સાથે 9 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ, આર્કામિસ સાઉન્ડ સિસ્ટમ, હેડ અપ ડિસ્પ્લે, અને  ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. તેમાં ઓટો એસી, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ અને કીલેસ એન્ટ્રી પણ છે. 

સુરક્ષાની રીતે 6 એરબેગ, ઈબીડીની સાથે એબીએસ, ઈલેક્ટ્રોનિક્સ સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી), હિલ હોલ્ડ આસિસ્ટ, તમામ મુસાફરો માટે 3 પોઈન્ટ સીટબેલ્ટ, આઈએસઓફિક્સ એંકરેજ, રિયર પાર્કિંગ સેન્સર અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ મળે છે. કારમાં 318 લીટરનું બુટસ્પેસ આપવામાં આવ્યું છે. 

કિંમત
મારુતિ બલેનો ચાર વેરિએન્ટ સિગ્મા, ડેલ્ટા, ઝીટા અને આલ્ફામાં આવે છે. તેની કિંમત 6.61 લાખ રૂપિયાથી લઈને 9.88 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે છે. બલેનોનો મુકાબલો હુંડઈ આઈ 20, ટાટા અલ્ટ્રોઝ અને ટોયેટા ગ્લેન્ઝા સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news