અખાત્રીજનો પવન જોઈ અંબાલાલ પટેલે કરી આગાહી, પવન કઈ દિશામાં ગયો અને કેવુ જશે ચોમાસું જાણો
Gujarat Weather Forecast : અખાત્રીજનો દિવસ એટલે વણજોયેલા મુહુર્તનો દિવસ, આ દિવસે શુકનના કામો થાય છે. પરંતુ આ દિવસે ચોમાસું કેવુ જશે તેનો વરતારો પણ કાઢવામા આવે છે
Trending Photos
Weather Prediction On Akshaya Tritiya By Ambalal Patel : આપણા પૂર્વજોએ ભારતમાં અનેક એવી પદ્ધતિઓ વિકસાવી છે, જેના થકી તેઓ ચોમાસાની આગાહી કરતા હતા. જેને વરસાદનો વરતારો કહેવાય છે. દરેક પ્રાંતની વરસાદનો વરતારો કરવાની પ્રથા અલગ અલગ હોય છે. જેમાં આગામી સીઝનમાં આવતા વરસાદનુ અનુમાન લગાવવામાં આવે છે. આજનુ વિજ્ઞાન પણ આ પદ્ધતિને માને છે, કારણ કે તે પવનની ગતિ પરથી અંદાજ લગાવીને કાઢવામા આવે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અક્ષય તૃતીયાના પવનને જોઈને ભવિષ્ય ભાંખ્યું છે. તેઓએ ચાલુ વર્ષે ચોમાસું કેવુ જશે તેનો વરતારો કર્યો છે.
અખાત્રીજનો દિવસ એટલે વણજોયેલા મુહુર્તનો દિવસ, આ દિવસે શુકનના કામો થાય છે. પરંતુ આ દિવસે આગામી ચોમાસાની સીઝન માટે વરતારો પણ કાઢવામા આવે છે. ત્યારે અંબાલાલ પટેલે ગાંધીનગરમાં અખાત્રીજનો પવન જોઈને વરતારો કાઢ્યો હતો. આ બાદ તેમણે જણાવ્યું કે, અખાત્રીજના દિવસે પરોઢનો પવન નૈઋત્ય પશ્ચિમ અને સહેજ ઉતર તરફનો હતો. ઉતર ગુજરાતમાં ભાગોમાં નૈઋત્યના વાવળ મળ્યા છે. આથી આગામી ચોમાસું સમધારણ રહે. વરસાદ વહેલો આવે અને પવન વાયવ્ય તરફનો ઝુકાવ હતો જેના કારણે આંધી વંટોળ સાથે વરસાદ આવે.
આમ, અંબાલાલ પટેલની આગાહી મુજબ, ચાલુ વર્ષે ચોમાસું સાધારણ રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, ચોમાસું સમધારણ રહેવાની શક્યતા રહે. દક્ષિણ પવન ન હતો એટલે એકંદરે દુષ્કાળ ઉતેજક ન ગણાય એટલે ચોમસું સમધારણ રહેશે.
જો આ અંદાજ મુજબ, ગુજરાતમાં ચોમાસું સામાન્ય જશે તો આગામી વર્ષે ઉનાળા પર તેની અસર પડશે. સાથે જ ખેતી પેદાશો પર પણ તેની અસર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે