કચ્છમાં વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ : જખૌ ફટાફટ ખાલી થવા લાગ્યું, NDRF ની વધુ ટીમ કચ્છ મોકલાઈ
Gujarat Weather Forecast : આવતી કાલે સાંજે 4થી રાત્રે 8 વાગ્યે કચ્છના જખૌ બંદરે ટકરાશે વાવાઝોડું,,, 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી....
Trending Photos
Ambalal Patel Prediction : આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાવાનું છે. જેથી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. કચ્છ અને દ્વારકામાં વાવાઝોડાની વધુ અસર થવાની શક્યતા છે. કચ્છમાં જોખમ વધતા દરિયાકિનારાથી 0થી 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 હજાર લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો NDRF અને SDRFની વધુ ટીમોને ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવી.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું
બિપરજોય ચક્રવાતને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠા માટે હવે ઓરેન્જના બદલે રેડ એલર્ટ મૂકી દેવાયું છે. હવામાન વિભાગે કહ્યું કે, બિપોરજોય હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ જખૌથી 280 કિમિ દૂર, દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમિ દૂર, તો પોરબંદરથી 350 કિમિ દૂર છે. 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આજે દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ આવી શકે છે.
કચ્છને વધુ ટીમો મોકલાઈ
કચ્છના જખૌ તરફ વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરવાનું છે. જેથી Ndrf ની વધારાની ટીમો કચ્છ જિલ્લામાં મોકલવાં આવી છે. આ ગાંધીનગરમાં નિર્ણય લેવાયો છે. બે ટીમ રાજકોટથી કચ્છ જિલ્લામાં મોકલવામાં આવી છે. ગાંધીનગરની રિઝર્વ ટીમ રાજકોટ મોકલાઈ છે. કચ્છ જિલ્લામાં કુલ 6 ટીમો રખાઈ છે. 15 ટીમો ગુજરાત બહાર એલર્ટ રાખવામાં આવી છે. હાલ 5 ટીમ ભટીંડા અને 10 અન્નુકુલામમાં રીઝર્વ રખાઈ છે.
કચ્છની આસપાસ ભારે નુકસાન થશે
28 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે. અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે. પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.
જખૌના દરિયા કાંઠાના ગામોને ખાલી કરાવાયા
બિપરજોય વાવાઝોડાની દહેશતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠાના ગામો ખાલી કરાવાઈ રહ્યાં છે. જખૌના બુડીયા ગામને ખાલી કરાવવા આવ્યું છે. અંદાજે 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નલિયા ખાતે આવેલી મોડલ ગર્લ્સ હાઇસ્કુલમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટરના અંતરે બુડિયા ગામ આવેલું છે. તેથી બુડીયા ગામ નજીક લાલા ગામના લોકોનો પણ સલામત સ્થળે ખસેડવામાં આવશે. નલિયામાં આવેલી મોડલ સ્કૂલમાં 24 રૂમ આવેલા છે, વધુ વ્યવસ્થાની જરૂર પડશે તો મરીન કમાન્ડોનું ટ્રેનિંગ સેન્ટર અને મોડલ ગર્લ્સ હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે.
દમણના દરિયાથી મુસાફરોને દૂર કરાયા
બીપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના પડોશમાં આવેલું સંઘપ્રદેશ દમણનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા દમણના દરિયા કિનારેથી પર્યટકો ને દૂર કરવામાં આવ્યા છે.દમણ ના દરિયા કિનારે 16 તારીખ સુધી 144 મી કલમ લગાવવામાં આવી છે .અને આજે દમણ નો દરિયો પર્યટકો માટે બંધ કરાયો.દરિયા કિનારા થી દૂર રહેવાની પોલીસના વાહનો અને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. સાથે જ દમણના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીમાં આજે દમણનો દરિયો વધુ તોફાની જોવા મળ્યો હતો.આજે દરિયા કિનારે પવનની ગતિ પણ વધી રહી છે. કેટલીક જગ્યાએ દરિયાના પાણી કિનારો વટાવી રોડ પર આવી રહ્યા છે .આજ દમણનો દરિયો બંધ કરી દેવાતા દરિયા કિનારો સુમસામ ભાસી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે