Gujarat Weather: હવામાન વિભાગ બન્નેની મોટી આગાહી, જાણો આગામી 7 તારીખ સુધીમાં શું થશે ગુજરાતની દશા
Gujarat Weather: ત્રણ દિવસ પછી ગુજરાતને માવઠાથી મળી શકે છે મુક્તિ, 7 મે બાદ ગુજરાતમાં ગરમીનું જોર વધશે. જાણો ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ...
Trending Photos
Gujarat Weather Forecast/સપના શર્મા, અમદાવાદઃ હાલ એક તરફ જ્યા ભરઉનાળો ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદને પગલે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. બંગાળની ખાડીમાં થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર વાતાવરણ પર જોવા મળે છે. એ જ કારણ છેકે, હાલ ગરમીની સિઝનમાં પણ વરસાદી માહોવ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને આગામી 3 દિવસ ગુજરાતમાં કેવી તાપમાન રહેશે તે અંગે મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વાત કરીએ તો એવી આગાહી કરાઈ છેકે, આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ચોમાસાની જેમ જ વરસાદ થશે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર-ક્ચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આની મોટી અસર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં વરસાદની અસર વર્તાશે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં થશે વરસાદ?
હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, આગામી 3 થી 6 તારીખ સુધીમાં કચ્છ, તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વાપી, નવસારી અને ડાંગની આસપાસના વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ છુટો છવાયો વરસાદ થઈ શકે છે.
એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આગામી 7 મે બાદ ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઓછી થશે.
તાપમાન પહેલાં કરતા ઘટશે:
3 મે થી 6 મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હળવાથી મધ્ય વરસાદની પણ આગાહી કરાઈ છે. સામાન્ય રીતે મે મહિનામાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેતું હોય છે તેના બદલે વરસાદી માહોલને પગલે તાપમાન 40 ડિગ્રીથી નીચું રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આગાહીકાર અંબાલાલે પણ આગાહી કરી છેકે, બંગાળની ખાડીમાં થઈ રહેલાં ફેરફારને પગલે વરસાદી સિસ્ટમ એક્ટીવ થઈ છે. ખાસ કરીને ત્યાંથી એક્ટીવ થયેલી સિસ્ટમને પગલે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. તેથી ગુજરાતને પણ વાવાઝોડાની અસર નડી શકે છે.. ઓડિસામાં વરસાદ રહેશે. જ્યારે આગામી 7 તારીખ બાદ ગુજરાતના તાપમાનમાં બે થી 4 ડ્રિગીનો વધારો થવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે