થરાદમાં શંકર ચૌધરી આકરા પાણીએ જોવા મળ્યા, તોફાની તત્વોને કડક શબ્દોમાં આપી ચેતવણી

Shankar Chaudhary : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના થરાદમાં આવેલા દુધવામાં મતવિસ્તારની લીધી મુલાકાત.....મુલાકાત દરમિયાન તોફાની તત્વોને શંકર ચૌધરીની ચીમકી.....કોઈપણ આગેવાન, કાર્યકર્તા કે પ્રજાને તકલીફ પડશે તો કાયદો કાયદાનું કામ કરશે.....

થરાદમાં શંકર ચૌધરી આકરા પાણીએ જોવા મળ્યા, તોફાની તત્વોને કડક શબ્દોમાં આપી ચેતવણી

Shankar Chaudhary અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત લીધી હતી. જેમાં શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે તોફાની તત્વોને શાન ઠેકાણે લાવવા માટે આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.  

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, કોઈપણ આવારું તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પાડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ ડાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે. અનેક ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે ભૂલથી પણ. બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે જોઈ લેજો.

આ પણ વાંચો : 

પ્રજાને કોઈ તકલીફ થઈ તો કાયદો કાયદાનું કામ કરશે, દાંડાઈ કરશે તો તેને તે જ રીતે જવાબ મળશે : શંકર ચૌધરી#banaskantha #Tharad pic.twitter.com/EAi8yB26Vv

— Zee 24 Kalak (@Zee24Kalak) January 23, 2023

વિધાનસભા અધ્યક્ષ સંકર ચૌધરી મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું. તેઓએ વધુમાં કહ્યુ હતું કે, હું આ બધું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news