આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ

આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. તો ચૂંટણી અધિકારીઓ EVM સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. ચૂંટણી અધિકારીઓએ EVMની ચકાસણી હાથ ધરી છે. બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર EVM મોકલી દેવાશે. તો બીજી તરફ, ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવામાં વ્યસ્ત બન્યાં છે. ઉમેદવારો દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે જોઈએ 6 બેઠકો પર હાલ કેવી છે સ્થિતિ....

આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ

અમદાવાદ :આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. તો ચૂંટણી અધિકારીઓ EVM સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. ચૂંટણી અધિકારીઓએ EVMની ચકાસણી હાથ ધરી છે. બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર EVM મોકલી દેવાશે. તો બીજી તરફ, ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવામાં વ્યસ્ત બન્યાં છે. ઉમેદવારો દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે જોઈએ 6 બેઠકો પર હાલ કેવી છે સ્થિતિ....

રાધનપુર
આવતીકાલે પાટણની રાધનપુર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે બહુપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. આ જંગમાં ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ તરફથી રઘુ દેસાઈ અને ncp તેમજ અપક્ષના ઉમેદવાર પણ મેદાને છે. તો રાધનપુરમાં કુલ 326 મતદાન મથકો પર 2.69 લાખ મતદારો મતદાન કરશે. મતદાન પહેલા આજે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી evm સેન્ટરની મુલાકાત લેશે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને બીએસએફના જવાનો મતદાન કેન્દ્રો ઉપર તૈનાત કરાશે. 82 અતિ સંવેદલશીલ મત કેન્દ્રો પર વેબ કેમેરાથી ચૂંટણી પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે.

બાયડ
અરવલ્લીના બાયડ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સ્ટ્રોંગ રૂમથી EVM અને VVPaTને મતદાન મથકે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે 316 બુથ પર 1975 કર્મચારી ફરજ બજાવશે. તો 81 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ કરાશે. અહીં પેરામિલિટરીની ચાર કંપનીઓ પણ તૈનાત રહેશે. બાયડમાં મતદાન માટે લઈને 406 vvpat તૈયાર કરાયા છે. 

થરાદ
આવતીકાલે થરાદ વિધાનસભાની પેટાચૂંટણી માટેનું મતદાન યોજાવવાનું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. થરાદની સરકારી કોલેજમાંથી થોડી જ વારમાં એવીએમ અને વિવીપેટ મશીન સહિતની મતદાનની સામગ્રી થરાદના 260 મતદાન કેન્દ્રો ઉપર સરકારી બસો દ્વારા રવાના કરવામાં આવશે. થરાદના 260 મતદાન કેન્દ્રો પર 286 પ્રિસાઈડીગ ઓફિસર-1 અને 286 પ્રિસાઈડિંગ ઓફિસર-2 તેમજ 168 માઈક્રોઓબ્જર્વ તેમજ 320 મહિલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી છે. તો 260 મતદાન કેન્દ્રો પર કુલ 2 લાખ 17 હજાર 849 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો થરાદના 55 અતિ સંવેદલશીલ મત કેન્દ્રો ઉપર વેબ કેમેરા દ્વારા મતદાનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. જોકે આજે સાંજ સુધીમાં તમામ મતદાન કેન્દ્રો ઉપર ચૂંટણી ઉપર તૈનાત કરવામાં આવેલા કર્મચારીઓ પહોંચી જશે. મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને અર્ધ સૈનિકદળના કર્મચારીઓ તૈનાત કરવાના આવશે.

અમરાઈવાડી 
અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણીના મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમરાઈવાડીમાં 253 મતદાન મથકો પર 4000થી વધુ કર્મચારીઓ ફરજ પર રહેશે. સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની ફોર્સ તૈનાત કરાશે. કેટલાક કેન્દ્રોનું વેબકાસ્ટ અને વિશેષ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સુરક્ષાદળોની વિશેષ ટુકડીઓ તૈનાત કરાઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news