ભારતીય સેનાએ PoKમાં તોપથી 4 આતંકી લોન્ચ પેડ ઉડાવ્યાં, 4-5 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા
ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો. અત્રે જણાવવાનું કે આજે જે પાકિસ્તાનના સંઘર્ષવિરામ ભંગમાં કરાયેલા ફાયરિંગથી બે ભારતીય જવાનો શહીદ થયા અને એક નાગરિકનું મોત થયું તથા અનેક ઘાયલ થયાં.
હાલ ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલી ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં પીઓકેની નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ્સ તબાહ કરાયા છે. આ આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓને ભારત મોકલવાની તૈયારી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મીના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે. અનેક ઈજાગ્રસ્ત થયા છે.
Sources: As per reports, 4-5 Pakistan Army soldiers have been killed and several have been injured. Indian Army has launched attacks on terrorist camps situated inside Pakistan occupied Kashmir (PoK) opposite the Tangdhar sector. pic.twitter.com/SFFFjAReHX
— ANI (@ANI) October 20, 2019
અત્રે જણાવવાનું કે આજે જ પાકિસ્તાનના ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા અને એક નાગરિકનું મોત થયું. આ વખતે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કૂપવાડામાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં 3 ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી ગત રાતના 10 વાગ્યાથી ફાયરિંગ શરૂ થયું હતું જે સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું. પાકિસ્તાનના ફાયરિંગમાં અનેક મકાનોને નુકસાન થયું છે. ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે.
Indian army has used artillery guns to target the terrorist camps which have been actively trying to push terrorists into Indian territory. https://t.co/MHfOLqbYUr
— ANI (@ANI) October 20, 2019
આ બાજુ જમ્મુમાં કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાન ગત રાતથી જ ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ અગાઉ પણ 15 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની નજીક સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. ફાયરિંગની ઘટના પૂંછ જિલ્લાના કસ્બા અને કિરણી સેક્ટરોમાં ઘટી હતી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે છેલ્લા પાંચ વર્ષમાં 2019માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ સંઘર્ષ વિરામની ઘટનાઓ ઘટી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સંઘર્ષ વિરામની 2300થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જ્યારે વર્ષ 2018માં તેની સંખ્યા 1629 હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે