ગુજરાત વિધાનસભાના કેવા દિવસો આવ્યા, નેતાઓએ એકબીજાને કટાક્ષમા કક્કો બારાખડી શીખવાડી!!!

gujarat vidhansabha 18th day : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના 18મા દિવસે પણ આજે બંને પક્ષો વચ્ચેનો કકળાટ યથાવત જોવા મળ્યો હતો. વિધાનસભા ગૃહમાં કક્કો બારખડીને લઈને શાસક પક્ષ અને વિપક્ષે સામ સામે પ્રહાર કર્યા હતા

ગુજરાત વિધાનસભાના કેવા દિવસો આવ્યા, નેતાઓએ એકબીજાને કટાક્ષમા કક્કો બારાખડી શીખવાડી!!!

ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના 18મા દિવસે પણ આજે બંને પક્ષો વચ્ચેનો કકળાટ યથાવત જોવા મળ્યો હતો. વિધાનસભા ગૃહમાં કક્કો બારખડીને લઈને શાસક પક્ષ અને વિપક્ષે સામ સામે પ્રહાર કર્યા હતા. જોકે, આ બોલાચાલી રોમાંચક બની રહી હતી.

ભ્રષ્ટાચારનો મુદ્દો કોમેડી બન્યો
ભાજપનાં ધારાસભ્ય હિતુ કનોડિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ભ એટલે ભ્રષ્ટાચારનો ભ ગણાતો હતો. હવે ભાજપની સરકારમા ભ એટલે ભારતનો ભ થયો છે. તો સામે પક્ષે પણ જોરદાર જવાબ મળ્યો હતો. સામે પક્ષે વિપક્ષના કોંગ્રેસ ના ધારાસભ્ય રાજેશ ગોહેલે જવાબ આપતા કહ્યું હતુ કે, કોંગ્રેસના સમયમાં ગ એટલે ગણપતિનો ગ ભણાવાતો હતો. પણ હવે ભાજપ સરકારમાં ગ એટલે ગધેડાનો ગ ભણાવાય છે. આમ, વિનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ રસપ્રદ બની રહ્યુ હતું. કક્કો-બારખડી મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષનો સામસામે આવી ગયા હતા. 

પેપર ફૂટવાને લઈને રમૂજ
પેપર ફુટે ત્યારે કેવી ઈમ્પેક્ટ કેવી પડે છે તેવા કટાક્ષ ભર્યો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા પુછવામાં આવતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો ઘા કરતા ગૃહમાં ભાજપના ધારાસભ્યોમાં હાસ્યનું મોજું ફેલાયું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપતા જણાવ્યું કે, પેપર ફુટી ત્યારે અમે જવાબદારી નક્કી કરીએ છે અને પગલા પણ ભરીએ છે. પેપર ફુટે તેમાં મંત્રી કે ધારાસભ્ય જોડાયા નથી હોતા. એટલે જ 27 વર્ષથી ભાજપનું શાસન હોવાની ઈમ્પેટ પડે છે.

રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજમાં વર્ગ 1 થી વર્ગ 4 ની કુલ  1278 જગ્યાઓ ખાલી હોવાનું સ્વીકાર ખુદ રાજ્ય સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજ્યમાં 31 સરકારી પોલિટેકનિક કોલેજો આવેલી છે જેમાં વર્ગ-1 ની 171 મંજુર જગ્યામાં 79 જગ્યા ખાલી છે. આજ રીતે વર્ગ 2 ની 2232 જગ્યા સામે 124 જગ્યા ખાલી, વર્ગ-3 ની 1067 જગ્યા સામે 690 જગ્યા ખાલી અને વર્ગ 4 ની 525 જગ્યા સામે 385 જગ્યા ખાલી છે. સાથે જ કહ્યુ કે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની જગ્યાઓ મોટા પ્રમાણમા ખાલી છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ વર્ગ ૧ ની ૪૯૨ જગ્યાઓ ખાલી જ્યારે વર્ગ ૨ ની ૧,૬૮૯ જગ્યાઓ ખાલી છે. 

તો ખેડૂતોને વીજળીને મુદ્દે કોંગ્રેસ ના બાયડ ના ધારાસભ્ય જશુભાઈ પટેલે ગૃહમાં રજુઆત કરી હતી કે, ખેડૂતોને પાણી નથી મળતુ, લાઈટ નથી. ઢોરને ખાવા માટે ઘાસ નથી. હવેનો સમય એવો આવશે કે સરકારે અમને રક્ષણ આપવું પડશે. ખેડૂતો અમને મારવા લેશે એવો સમય આવશે. ખરાબ સમય એવો ન આવે કે અમારે રાજસ્થાન તરફ હિજરત કરવી પડે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news