પૂરજોશમાં ચાલી રહેલા વેક્સીનેશન વચ્ચે જાણો ગુજરાતમાં કેટલા વેક્સીનના ડોઝનો બગાડ થયો
Trending Photos
- અત્યાર સુધી 1,48,70,490 વેક્સીન ડોઝ રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી મળ્યા છે. જે પૈકી 1,40,38,052 વેક્સીન ડોઝનો રાજ્ય સરકારે વપરાશ કર્યો છે
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાથી બચવા માટે વેક્સીનેશન (vaccination) જ એકમાત્ર ઉપાય છે. આવામાં વેક્સીન જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની વેક્સીનેશનને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, તમામ રાજ્યો વેક્સીનના સેકન્ડ ડોઝ પર ભાર આપે. સાથે જ કહ્યું કે, વેક્સીનના ડોઝનો ઓછામાં ઓછો વેસ્ટેજ થાય. ત્યારે હાલ ગુજરાત પાસે આજની સ્થિતિએ વેક્સીનના કેટલા ડોઝ ઉપલબ્ધ છે તે જાણીએ.
આ પણ વાંચો : લોન પર વેન્ટીલેટર!!! આવુ તો ગુજરાતમાં જ શક્ય છે, જાણો શું છે વલસાડ જિલ્લાની આ સ્કીમ
ગુજરાત પાસે હાલ 8 લાખ 32 હજાર ડોઝ ઉપલબ્ધ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પાસે આજની સ્થિતિએ 8,32,398 વેક્સીનના ડોઝ હાલ ઉપલબ્ધ છે. જેમાં અત્યાર સુધી 1,48,70,490 વેક્સીન ડોઝ (Vaccine Registration) રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી મળ્યા છે. જે પૈકી 1,40,38,052 વેક્સીન ડોઝનો રાજ્ય સરકારે વપરાશ કર્યો છે. તેમજ કુલ વપરાશ થયેલ વેક્સીનના ડોઝમાંથી 1.44 ટકા વેક્સીનના ડોઝનો બગાડ થયો છે.
કેન્દ્ર સરકારની સૂચના, વેક્સીનના ડોઝનો બગાડ ન કરે
તો બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વેક્સીલેશનને લઇને ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કહ્યું કે, તમામ રાજ્યો સેકન્ડ ડોઝ પર ભાર આપે. કેન્દ્ર તરફથી મળતા વેક્સીનનો 70 ટકાનો જથ્થો સેકન્ડ ડોઝ માટે અને 30 ટકા જથો ફસ્ટ ડોઝ માટે અનામત રાખે. તમામ રાજ્યો વેક્સીનનાં ડોઝનો વેસ્ટેજ ઓછામાં ઓછો થાય. તે માટે કેન્દ્રને રાજ્યોને સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજયનાં NHM નાં વડાઓ સાથે આ મુદ્દે ખાસ મંત્રણા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે