ફીનાં પડશે ફાંફા! ભણી તો લીધું પણ સર્ટિફિકેટ માટે ઘરે ગામડેથી મંગાવવા પડશે રૂપિયા
ગુજરાત યુનિવર્સીટીએ આજે વિદ્યાર્થીઓને મોંઘવારીનો માર આપ્યો છે. એટલે હવે જો કોઈ વિદ્યાર્થીને માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવવું હશે તો મોંઘું પડશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં 500 ટકા સુધીનો વધારો કર્યો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: દેશમાં અવાર નવાર મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવતો હોય છે, પરંતુ આ વખતે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર મોંઘવારીનો કોરડો ઝીંકાયો છે. જેના કારણે માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સીટીએ આજે વિદ્યાર્થીઓને મોંઘવારીનો માર આપ્યો છે. એટલે હવે જો કોઈ વિદ્યાર્થીને માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવવું હશે તો મોંઘું પડશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં 500 ટકા સુધીનો વધારો કર્યો છે. સાંભળીને ઝાટકો લાગ્યો હશે, પરંતુ આ એકદમ હકીકત છે. માર્કશીટ વેરિફિકેશનની ફી 50 રૂપિયાથી વધારી 404 રૂપિયા કરી દેવાઈ છે. ડિગ્રી વેરિફિકેશન હવે 200નાં બદલે 554 રૂપિયા ફી કરાઈ છે. તેવી રીતે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં 500 નાં 736 રૂપિયા કરી દેવાયા છે.
માઇગ્રેશન સર્ટીફીકેટનાં 110 રૂપિયાનાં બદલે 452 રૂપિયા ફી કરાઈ છે. પ્રોવિઝનલ સર્ટીફીકેટનાં 200 નાં 436 રૂપિયા કરાયા છે. તમને જણાવી દઈએ કે પહેલા થતો ખર્ચ 1500 ને બદલે હવે 4500 રૂપિયા સુધી પહોંચ્યો છે.
બીજી બાજુ રાજ્યમાં ફરી એકવાર શાળાઓમાં ફી વધારાનો વિવાદ સર્જાય તેવી શક્યતા છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓમાં ફીનો સ્લેબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ માટે અનુક્રમે 20 હજાર, 30 હજાર અને 35 હજાર કરવા રજૂઆત કરી છે. અગાઉ સરકાર દ્વારા 15 હજાર, 25 હજાર અને 30 હજાર નક્કી કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. એટલે હવે શાળાના સંચાલકો ફી વધારો કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે