ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો

ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો
  • ભગવાન શિવનું એક એવુ મંદિર પણ છે, જેના ચરણોને રોજ સમુદ્ર દિવસમાં બે વાર સ્પર્શ કરે છે. આ મંદિર રોજ સમુદ્રના જળમાં સમાઈ જાય છે અને પછી થોડા કલાકો બાદ ફરી જોવા મળે છે

ઝી મીડિયા/બ્યૂરો :પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આવામાં શિવમંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહિનો ખાસ કહેવાય છે. આવામાં શ્રાવણ મહિના (shravan 2021) ના પાવન અવસરે ગુજરાતના એક એવા શિવ મંદિર (Shiva Temple) વિશે જાણીએ, જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ રીતે ડૂબી જવાના અને બાદમાં થોડા કલાક બાદ ફરીથી પ્રકટ થવાની ઘટનાને જોઈને લોકો અભિભૂત થઈ જાય છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી-કંબોઈ નામના ગામમાં આવેલું છે. 

જળસ્તર ઘટવાથી થાય છે શિવના દર્શન
આ પ્રાચીન મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવ (shiv temple) ના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી અને ઓટને કારણે દિવસમાં બે વાર આ મંદિર જળમાં સમાઈ જાય છે. થોડા કલાકો બાદ પાણી ઉતરતા શિવલિંગ ફરીથી નજર આવવા લાગે છે. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનાવાયેલુ છે. 

ભગવાન શિવના પુત્રએ બનાવ્યું હતું મંદિર
સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી વિખ્યાત આ તીર્થધામ વિશે શ્રી મહાશિવપુરાણના રુદ્ર સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. પુરાણોમાં ઉલ્લેખ કરાયા મુજબ આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકેયે બનાવ્યું હતું. શિવભક્ત તાડકાસુરનું વધ કર્યા બાદ કાર્તિકેય બહુ જ બેચેન હતા. ત્યારે તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યુ હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટ પહોળુ છે. મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત લોકો અહી અરબ સાગરનો સુંદર નજારો (gujarat tourism) જોવા પણ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news