Taliban એ સત્તા પર આવતા જ પાકિસ્તાનને આપ્યો જોરદાર ઝટકો, કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. લોકોને ડર છે કે અફઘાનિસ્તાનમાં ફરીથી પહેલા જેવી દહેશતનો માહોલ પાછો ન આવી જાય જેનાથી અન્ય દેશો ઉપર પણ તેની અસર પડે. પરંતુ તાલિબાન સતત વિકાસ અને લોકોનું શાસન પાછું લાવવાની વાત કરી રહ્યું છે. હવે તેણે કાશ્મીર મુદ્દે પણ પોતાનું નિવેદન આપ્યું છે. 

Taliban એ સત્તા પર આવતા જ પાકિસ્તાનને આપ્યો જોરદાર ઝટકો, કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. લોકોને ડર છે કે અફઘાનિસ્તાનમાં ફરીથી પહેલા જેવી દહેશતનો માહોલ પાછો ન આવી જાય જેનાથી અન્ય દેશો ઉપર પણ તેની અસર પડે. પરંતુ તાલિબાન સતત વિકાસ અને લોકોનું શાસન પાછું લાવવાની વાત કરી રહ્યું છે. હવે તેણે કાશ્મીર મુદ્દે પણ પોતાનું નિવેદન આપ્યું છે. 

કાશ્મીર વિશે આ વાત કરી
સૂત્રોના જણાવ્યાં મુજબ તાલિબાને કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તાલિબાન તરફથી કહેવાયું છે કે કાશ્મીર તેમના એજન્ડામાં સામેલ નથી અને તે બે દેશો વચ્ચેનો મુદ્દો છે. જો કે પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા લશ્કર એ તૈયબા અને તહરીક એ તાલિબાન જેવા આતંકી સંગઠનોની હાજરી અફઘાનિસ્તાનમાં પણ છે. કાબુલના કેટલાક વિસ્તારોમાં તાલિબાનની મદદથી તેમના ચેક પોસ્ટ પણ બનેલા છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદથી કાશ્મીરમાં પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવી શકે છે. કાશ્મીરમાં એલઓસીથી તાલિબાનની હાજરી હવે લગભગ 400 કિલોમીટરના અંતરે રહી ગઈ છે. આ સાથે જ પહેલા પણ કંધાર હાઈજેક જેવી વારદાતોમાં તાલિબાને પાકિસ્તાની આતંકીઓની મદદ  કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ તાલિબાનમાં પાકિસ્તાની આતંકીઓની હાજરીને લઈને પણ ભારત સતર્ક છે. તાજા હાલાતમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી તાલિબાનને પોતાના પ્રભાવમાં લાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ સત્તા પર બિરાજમાન થયા બાદ આ ખુબ મુશ્કેલ હોઈ શકે છે. 

ભારતને પ્રોજેક્ટ પૂરા કરવાની કરી અપીલ
આ અગાઉ તાલિબાન તરફથી ભારતને અફઘાનિસ્તાનમાં ચાલતા પોતાના પ્રોજેક્ટ પૂરા  કરવાની અપીલ કરાઈ હતી. તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરવા જોઈએ કારણ કે આ બધા કામ અહીંની જનતા માટે છે. 

ભારત હાલ અફઘાનિસ્તાનમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. ભારત તરફથી લગભગ 3 અબજ ડોલરનું રોકાણ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news