સરકારી નોકરીની તક ફરી એકવાર આવી, ગુજરાતની આ નગરપાલિકામાં ખૂલી છે ભરતી
Trending Photos
- નડિયાદ નગરપાલિકામાં જોડાવવાની સારી તક
- નડિયાદ પાલિકામાં ક્લાર્કની, નાયબ એકાઉન્ટન્ટ અને ફાયર વિભાગમાં ભરતી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી એકવાર સરકારી નોકરીની તક (career) હાથમાં આવી છે. ગુજરાતની નગરપાલિકાઓમાં જરૂરિયાત પ્રમાણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાના સમયમાં દરેક વિભાગમાં ભરતી પ્રક્રિયા બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતા સરકારી નોકરીઓ (government job) ની તક પણ ખૂલી છે.
કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી (jobs) શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે. નડિયાદ નગરપાલિકામાં જોડાવવાની સારી તક સામે આવી છે. નડિયાદ પાલિકામાં ક્લાર્કની, નાયબ એકાઉન્ટન્ટ અને ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવનાર છે. આ માટે ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો : દિવસમાં બે વાર પાણીમાં સમાઈ જાય છે ગુજરાતનું આ મંદિર, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ રીતે અરજી કરવી
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. સાથે જ તારીખ 26 ઓગસ્ટ 2021 પહેલા ઉમેદવારને ફોર્મ ભરી દેવાનું રહેશે. એક વાર ફોર્મ ભર્યા પછી ઉમેદવારનું નામ અટક, જન્મ તારીખ અથવા અન્ય કોઈ બાબતમાં બાદમાં સુધારો કરી શકાશે નહિ. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. ઉમેદવારે enagar.gujarat.gov.in આ સાઈટ પરથી ફોર્મ ભરવાનું રહેશે.
લાયકાત
ઉમેદવારને enagar.gujarat.gov.in પરથી ક્લાર્ક, નાયબ એકાઉન્ટન્ટ અને ફાયર વિભાગમાં પદ માટે લાયકાત અંગેની માહિતી મળી જશે.
પગાર ધોરણ
enagar.gujarat.gov.in પરથી ઉમેદવારને વિભાગના અનુસાર પગાર આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે